Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.08  ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણની મુખ્‍ય સામાજિક ઉત્તર ભારતીય સંસ્‍થા ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા સમયાંતરે અનેક સામાજિક, ધાર્મિક અને સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં હિન્‍દી ભાષી અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍થાનિક લોકોની માંગણીને ધ્‍યાને લઈ નાની દમણ ખાતેના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સાંજે 7:00 વાગ્‍યે એક ભવ્‍ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કવિ સંમેલનમાં વિશ્વ વિખ્‍યાત લોકપ્રિય કવિઓ અને અગ્રણી ટીવી કાર્યક્રમમાં નેતાજીના પ્રસિદ્ધ કવિઓ શ્રી શંભુ શિખર, શ્રી અમન અક્ષર, સુશ્રી મણિકા દુબે, અંકિતા સિંહ રાઠોડ, શ્રીમતી પ્રિયા ખુશ્‍બુ, શ્રી શશિકાંત યાદવ, શ્રી અભય નિર્ભિક અને અન્‍ય ઘણા લોકપ્રિય કવિઓ તેમની રચનાઓથી સંઘપ્રદેશાસીઓનું મનોરંજન કરશે.
આ વિશાળ કવિ સંમેલનને સફળ બનાવવા સંસ્‍થાના તમામ હોદ્દેદારો, પ્રેસ મીડિયા કર્મીઓ અને દમણના સ્‍થાનિક આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

ચીખલાની વિહંગમ હાઈસ્‍કૂલના મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન અને સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સહયોગથી નાની દમણ સાંઈ બાબા મંદિર પાસે આયુષ્‍યમાન કાર્ડના રિન્‍યુઅલ અને નવા કાર્ડ બનાવવા માટેની યોજાયેલી શિબિર

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment