Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

ગ્રામ પંચાયતમાંથી રૂપાંતરિત થયેલી ઉમરગામ પાલિકાના આજના જન્‍મદિવસ નિમિત્તે કાઉન્‍સિલરોએ કેક કાપી કરેલી ઉજવણી અને પ્રથમ પ્રમુખ તરીકે સન્‍માનિત હોદ્દો હાંસલ કરનાર પૂર્વ પ્રમુખ સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટરનું કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ પાલિકાએ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્‍થિતિ અને પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલના અધ્‍યક્ષતા હેઠળ અકરા મારુતિ તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મિટ્ટી કો નમન વીરો કો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાના સ્‍વતંત્ર સેનાનીઓને યાદ કરી પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ આઝાદીની લડાઈમાં અને દેશની સેવામાં આપેલા યોગદાનને બિરદાવી હતી. સ્‍વતંત્ર સેનાનીઓની તક્‍તિના અનાવરણ માટે ઉપસ્‍થિત રહેલા ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે આ કાર્યક્રમ અંતર્ગત દેશની જનતામાં દેશ પ્રત્‍યે લાગણી અને જાગૃતિ લાવવાના રહેલા ઉદ્દેશ વિશે સમજણ આપીહતી.
આજના દિવસ ઉમરગામ પાલિકાને તારીખ 11/8/2005 ના રોજ ગ્રામ પંચાયતમાંથી રૂપાંતરિત કરી પાલિકાનો દરજ્‍જો આપવામાં આવ્‍યો હતો. જેની ખુશીમાં ઉમરગામ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી પાલિકાના જન્‍મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરગામ પાલિકામાં પ્રથમ પ્રમુખ તરીકે મહત્‍વનો હોદ્દો હાંસલ કરનાર પૂર્વ પ્રમુખ અને ભાજપા અગ્રણી શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટરને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ જોશી, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્‍ટ્રાક્‍ટર, પાલિકા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી સહિત પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ, અને નગરજનોની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

Leave a Comment