July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના પ્રખ્‍યાત જમ્‍પોર બીચ ઉપરથી રવિવારના સાંજે બાઈક ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાઈક ચાલકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસેગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જયનેશ સુરેશ વારલી તેની બાઈક નં. ડીડી-03 જી-4574ને રવિવારની સાંજે મોટી દમણના જમ્‍પોર બીચ પર પાર્કિંગ કરી હતી. આ દરમિયાન કોઈક અજાણ્‍યો વ્‍યક્‍તિ બાઈક ચોરી ગયો હતો. બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. મોટરસાયકલ ચાલક જયનેશ સુરેશ વારલીએ પોતાનું વાહન ચોરાયું હોવાની ફરિયાદ કોસ્‍ટલ પોલીસ મથકમાં નોંધાવી છે. સાથે સીસીટીવી ફૂટજ પણ પોલીસને ઉપલબ્‍ધ કરાવ્‍યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Related posts

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

vartmanpravah

પારડીના સુખેશ ખાતે બાઇક અને કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

vartmanpravah

Leave a Comment