July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩-માં જન્મદિવસ નિમિતે તેમની જન્મ ભૂમિ વડનગરમાં શતમ જીવમ શરદ કવિ સંમેલન યોજાનાર છે.જેમાં ધેજ ગામના ભરડા નિશાળ ફળિયાની શિક્ષિકા ચેતનાબેન કેતનભાઈ પટેલની પસંદગી થતા પરિવાર અને સ્થાનિકોમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાવા પામી છે.નવ સર્જન સાહિત્ય મંચ અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત કવિતાઓનું રાજ્યના ૭૩-જેટલા કવિઓ દ્વારા પઠન કરવામાં આવશે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવનાર છે.ઉપરાંત ગુજરાતના વિવિધ કવિઓ દ્વારા સર્જન કરાયેલા ૧૦૦-કાવ્ય સંગ્રહનો પણ શુભેચ્છારૂપે ભેટ ધરવામાં આવનાર છે.
ધેજ ભરડા નિશાળ ફળિયાના ચેતનાબેન બીલીમોરા સ્થિત પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.વડનગરમાં કવિ સંમેલનમાં તેમની પસંદગી થતા સ્થાનિક વોર્ડ સભ્ય પારૂલબેન ભીખુભાઇ,કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ,સીઆરસી કેતનભાઈ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment