October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આજે કોલેજ પરિસરમાં આપદા પ્રબંધન અંગેની તાલીમ આપી હતી. આ તાલીમ શિબિર સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા યોજાઈ રહી છે. જેમાં તા.3થી 14 ફેબ્રુઆરી, 2023 સુધી યોજાશે. જેમાં પૂરમાં બચાવકાર્ય, આગ લાગવાના સમયે કેવી રીતે બચવું વગેરે જેવી આપદાથી(મુશ્‍કેલીના સમયે) બચાવ અને તેના વ્‍યવસ્‍થાપન અંગેની જાગૃતિ હેતુ એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં મોકડ્રિલ, ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અને જન જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે શિક્ષણ સંસ્‍થાઓમાં આપદાથી બચાવ માટે શાળા અને કોલેજમાં પણ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
દાનહ જિલ્લા આપદા વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ છઠ્ઠી એનડીઆરએફ વડોદરાના સમન્‍વયમાં આ પ્રશિક્ષણ શિબિર આયોજીત કરવામાં આવીરહી છે. જે સંદર્ભે આજે સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સના પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે પણ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વડોદરાથી આવેલ એનડીઆરએફની છઠ્ઠી બટાલિયનના નિષ્‍ણાત અને અનુભવી ટીમ દ્વારા સીપીઆર, ગળામાં ફસાયેલ બાહરી વસ્‍તુને કાઢવાની રીત, શારીરિક ઈજાને હાસ્‍પિટલ પહેલાંની સારવાર, તાત્‍કાલિક સ્‍ટ્રેચર તૈયાર કરવું, લિફિટંગ અને મુવિંગની રીત, અગ્‍શિમન અને આગથી બચાવની ટેકનીક, દોરીથી બચાવની ટેકનીક, ઈમ્‍પ્રોવાઇઝડ ફલોટિંગ ડિવાઇસ બનાવવા, સડક સુરક્ષા, હીટ સ્‍ટ્રોકથી બચવા, જાગૃતતા વગેરે બાબતોની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્‍યાન કોલેજના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અન્‍ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
આ અવસરે કોલેજના પ્રિન્‍સિપાલ ડો.સીમા પિલ્લાઈએ એનડીઆરએફનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે એનડીઆરએફ દ્વારા આયોજીત જાગૃતતા કાર્યક્રમ ઘણો શિક્ષણપ્રદ છે. આ કાર્યક્રમથી પ્રશિક્ષણ કેન્‍દ્રના વિદ્યાર્થી અને શિક્ષકો લાભાન્‍વિત થશે, તેઓ આપદા દરમ્‍યાન પોતાને અને અન્‍ય લોકોના જીવનને પણ બચાવવામાં સહયોગ આપી શકશે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહચૌહાણ, એનડીઆરએફના કમાન્‍ડેટ શ્રી વી.વી.એન.પ્રસન્ના, અને નિરીક્ષક શ્રી ભરત કુમાર મોર્ય તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત એનડીઆરએફના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

સંઘપ્રદેશના પરિવહન વિભાગની નવતર પહેલઃ પ્રદેશના પ્રત્‍યેક પેસેન્‍જર વાહનોમાં હવે કચરો નાંખવા ટીંગાડાશે એક થેલી

vartmanpravah

Leave a Comment