Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બી.ડી.ઓ. રાહુલ ભીમરાએ ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની જિ.પં. સભ્‍યો અને સરપંચોને આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : ભારત સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે 15 સપ્‍ટેમ્‍બર, 2023થી 2 ઓક્‍ટોબર, 2023 સુધી સમગ્ર ભારત દેશમાં વાર્ષિક ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનું કરવામાં આવી રહેલ આયોજનની કડીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા પ્રદેશની તમામ જિલ્લા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં આયોજન હાથ ધરાયું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન અંતર્ગત સ્‍વચ્‍છતા હી સેવા-2023 અભિયાનનો શુભારંભ આજે પ્રદેશના ત્રણેય જિલ્લામાં કરવામાં આવ્‍યો હતો. સંઘપ્રદેશની દરેક ગ્રામપંચાયતોમાં મંત્રાલય દ્વારા વર્ચ્‍યુઅલ લોન્‍ચિંગ કાર્યક્રમનું પણ સીધું પ્રસારણ જોવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લા પંચાયતના કોન્‍ફરન્‍સ હોલમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ અને ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણના બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા તથા જિલ્લા પંચાયતના સભ્‍યો, ગ્રામ પંચાયતના સરપંચોએ સ્‍વચ્‍છતા હી સેવા-2023 વર્ચ્‍યુઅલ લોન્‍ચિંગ કાર્યક્રમના સીધા પ્રસારણને નિહાળવામાં ભાગ લીધો હતો.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરાએ 2 ઓક્‍ટોબર, 2023 સુધી સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત યોજાનારા કાર્યક્રમની માહિતી આપી હતી. જેમાં 16મી સપ્‍ટેમ્‍બરે ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલ દરેક જળષાોત તળાવ-નદી વગેરેનું સફાઈ અભિયાન, 17મી સપ્‍ટેમ્‍બરે દરેક તળાવ-નદી અને પંચાયત-સરકાર હસ્‍તકની જમીનની પાસે વૃક્ષારોપણ અભિયાન અને ત્‍યારબાદ સ્‍વચ્‍છતા ગતિવિધિ, 18મી સપ્‍ટેમ્‍બરે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, 22મી સપ્‍ટેમ્‍બરે વેસ્‍ટ ટુ વેલ્‍થ/કળા અભિયાન અને સરકારી ઈમારતોની દિવાલ ઉપર ગંદકી નહીં ફેલાવવા અને કચરામુક્‍ત ભારત ઉપર સ્‍લોગન લેખન, 23મી સપ્‍ટેમ્‍બરે દરેક સ્‍કૂલોમાં સ્‍વચ્‍છતા સંબંધીત નિબંધ-ચિત્રકળા અને રંગોળી સ્‍પર્ધાનુંઆયોજન અને 25મી સપ્‍ટેમ્‍બરે દરેક શાળામાં વ્‍યાપક સ્‍વચ્‍છતા અભિયાન, 24મી સપ્‍ટેમ્‍બરે ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા મેરેથોન અને સામુહિક શ્રમદાન અભિયાન સહિત કાર્યક્રમો અને 1લી ઓક્‍ટોબરે આંતર ગ્રામ પંચાયત બીચ વોલીબોલ અને ક્રિકેટ ટુર્નામેન્‍ટની સાથે સ્‍વચ્‍છતા અભિયાન, તા.2 ઓક્‍ટોબરે તમામ સાર્વજનિક સ્‍થળોએ સ્‍વચ્‍છ ભારત દિવસ મનાવવામાં આવશે અને સ્‍વચ્‍છતા ગતિવિધિઓના આધાર ઉપર ત્રણેય જિલ્લામાં સર્વશ્રષ્‍ઠ પ્રદર્શન કરનારી ગ્રામ પંચાયતોને સન્‍માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો દ્વારા સ્‍વચ્‍છતા રથનું લીલી ઝંડી બતાવી દમણ જિલ્લામાં પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ફગ્‍ગનસિંઘ કુલાસ્‍તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન

vartmanpravah

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment