રેલવેનો નવિન ઓવરબ્રિજ 142 કરોડને ખર્ચે તૈયાર થનાર છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપીનો હાર્ટલાઈન સમાન રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્વંશ કરીને નવિન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ધાર્યા કરતા ઝડપી રીતે ચાલી રહેલી કામગીરી થકી પુલનો પૂર્વ હિસ્સો એટલે કે સરકીટ હાઉસ સુધીનો હિસ્સો પુર્ણતઃ તોડી પડાયો છે. જોર શોરથી પુલ તોડવાની કામગીરી જોતા પુલ તેની સમય અવધી દોઢ વર્ષમાં તૈયાર થવાની વકીગણી શકાય એવુ લાગી રહ્યું છે.
વાપી પૂર્વ-પશ્ચિમ અને સેલવાસ-વાપી-દમણને જોડતો રેલવે ફલાય ઓવર બ્રિજ વાપીની હાર્ટલાઈન છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્નો થકી વાપીને નવિન રેલવે ફલાય ઓવરબ્રિજ સાંપડયો છે. તેમજ નવિન પુલ બનાવવાની કામગીરી યુધ્ધના દોરણે ચાલું પણ છે. નવિન પુલ બનાવતા પહેલા જુના પુલને ધ્વંશ કરવાની કામગીરી વાસ્તવિક રીતે પડકાર શમી હતી તેમ છતાં આ પડકારને ઝીલી પુલ બનાવનાર કંપનીની તાંત્રિત તાકાત થકી સફળતા મેળવી રહી છે. થોડાક જ સમયમાં પુલ ધ્વંશ થઈ ચૂક્યો હતો. નવિન પુલ પણ એટલી જ ઝડપથી બને તે માટે સરકીટ હાઉસ નજીક નવિન પિલ્લરનું કામકાજ પણ શરૂ થઈ ચૂક્યું છે. તેથી પુલ તેની સમય મર્યાદામાં એટલે કે દોઢ વર્ષમાં બની શકે છે. પુલ તૈયાર થઈ ગયા પછી વાપીની ટ્રાફિક સમસ્યામાં મોટી સફળતા મળે એમ છે કારણ કે નવિન પુલની ડિઝાઈન અનેક સુવિધા પ્રદાન કરનાર છે.