December 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

સરપંચ ચૈતાલીબેન કામલીએ ગામલોકોને કેન્‍દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓની આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ દમણના સોમનાથ ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી જ્‍યાં તેનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ચંદ્રશેખર આઝાદ સરકારી સ્‍કૂલ, રીંગણવાડા, સોમનાથ ખાતે આયોજીતકાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલી, સોમનાથ વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, સોમનાથ પંચાયતના વોર્ડ સભ્‍યો સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. સોમનાથ પંચાયત દ્વારા ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનાના સારા કાર્યો કરવા બદલ સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. સોમનાથ પંચાયત વિસ્‍તારના શ્રેષ્‍ઠ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ અને નિબંધ તથા ચિત્રકળા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા. આ અવસરે ઉપસ્‍થિત તમામ લોકોએ વિકસિત ભારત પ્રત્‍યે સંકલ્‍પિત બનવાના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ તથા સ્‍વચ્‍છતા અભિયાન પણ ચલાવ્‍યું હતું.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યાહતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ સોમનાથ પંચાયતના કેવડી ફળિયા, દાભેલ ચેકપોસ્‍ટ, આમલિયા, સોમનાથ જંક્‍શન, નેનો ફોર્ચૂન સોસાયટી, માહ્યાવંશી ફળિયા, કામલી ફળિયા, ભંડારવાડ સહિતના વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત યાત્રા’ હવે તેના આગલા પડાવ દમણ જિલ્લાના કચીગામ ગ્રામ પંચાયતમાં પહોંચશે.

Related posts

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

Leave a Comment