October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

ગૌ તસ્‍કરો બેહોશ થયેલ ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્‍યક્‍તિની સહાયથી પીકઅપ ટેમ્‍પોમાં ભરતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાતા લોકોનો સાતમા આસમાને પહોંચેલો ગુસ્‍સો

દાનહમાં છાશવારે નોંધાઈ રહેલી ગૌવંશ તસ્‍કરીની ઘટનાઃ પોલીસ તંત્રએ રાત્રિનું પેટ્રોલીંગ તથા ચેકપોસ્‍ટ ઉપરની આવન-જાવન ઉપર ચાંપતું ધ્‍યાન રાખવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈને ફરાર થઈ જતાં શખ્‍સો સીસીટીવી કેમેરામાં ઝડપાતા સમગ્ર પંથકમાં આક્રોશ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના ખાનવેલ ખાતે પદમાવતી સોસાયટીની બહાર ગાયો અને ગૌવંશનું ટોળું બેસી રહેતું હોય છે. તેમાં કેટલાક સ્‍થાનિકનો શંકા જતાં મોડી રાત્રિ દરમિયાન સીસીટીવી ચેક કરતાં કેટલાક ગૌ તસ્‍કરો ગૌવંશને બેહોશ કરી નિર્દયતાપૂર્વક ઉઠાવી લઈ જતાં નજરે પડતાં સોસાયટીના રહીશોએ ખાનવેલ પોલીસને જાણ કરી છે.
સીસીટીવી ફૂટેજમાં 4થી વધુ શખ્‍સો પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી વગર નંબરનાપીકઅપ ટેમ્‍પોમાં આવે છે અને જ્‍યાં ગાય અને ગૌવંશનું ટોળું હતું ત્‍યાં આવી પહેલાં ગૌવંશને ખાવાનું આપી ઈન્‍જેક્‍શન મારે છે. જેના કારણે ગાય અને ગૌવંશ થોડ દૂર જઈને બેશુદ્ધ હાલતમાં ઉભી રહી જાય છે. ત્‍યારબાદ બે જેટલા ગૌ તસ્‍કરો ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્‍યક્‍તિની સહાયથી પીકઅપ ટેમ્‍પોમાં ભરવામાં આવે છે. આ જ રીતે ત્રણથી વધુ ગાય-ગૌવશંને લઈને ફરાર થતા જોવા મળ્‍યા હતા.
આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં દાનહ સહિત સમગ્ર પંથકના ગૌરક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્‍યો હતો. કારણ કે, દાદરા નગર હવેલીમાં છાશવારે ગૌ તસ્‍કરીની ઘટનાઓ બનતી રહે છે. જેના સંદર્ભમાં નજીકના ભૂતકાળમાં પણ એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં આવા ગૌ તસ્‍કરો સામે કોઈ કાર્યવાહી નહીં થતાં આヘર્ય ફેલાયેલું છે.
મળતી માહિતી પ્રમાણે ગૌ તસ્‍કરો મહારાષ્‍ટ્ર તરફથી આવી નરોલી, રખોલી, ખાનવેલ જેવા વિસ્‍તારમાં રખડતા ઢોરોને બેહોશીના ઈન્‍જેક્‍શન મારી ઉઠાવી જતા હોય છે. ગયા વર્ષે પણ નરોલીના હવેલી ફળિયા નજીક 6 થી વધુ ગાયોને બેહોશ કરી લઈ જવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સ્‍થાનિકોની સજાગતાથી ગૌ તસ્‍કરો ફરાર થયા હતા. બેહોશ થયેલ ગાયને સ્‍થાનિક ગૌરક્ષકોએ યોગ્‍યસારવાર આપ્‍યા બાદ ગૌશાળામાં મોકલી હતી.
ગૌ તસ્‍કરોના રેકેટને નાથવા માટે પોલીસ નાઈટ પેટ્રોલીંગની સાથે ચેકપોસ્‍ટ ઉપર આવન-જાવન કરતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવાની આવશ્‍યકતા દેખાઈ રહી છે.

Related posts

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah

Leave a Comment