September 3, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ અનુસાર કેન્‍દ્રીય પંચાયતી રાજ મંત્રાલય યોજના અંતર્ગત સ્‍વામીત્‍વ સ્‍કીમ અંતર્ગત રાંધા પટેલાદના બે ગામો બોનતા અને નાના રાંધાના ગામતળ વિસ્‍તારમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાઆવ્‍યું હતું અને ચુના માર્કિંગ કરવામા આવ્‍યું હતું.
આ સ્‍વામિત્‍વ યોજનાથી ગામતળ વિસ્‍તારના લોકોને લાભ થશે જેવા કે દરેક ગામના દરેક ઘર માલિકને પોતાના ઘરનો નકશો એની સાથે અલગથી પ્રોપર્ટી કાર્ડ આપવામા આવશે.
આ પ્રોપર્ટીકાર્ડથી અત્‍યાર સુધીમા જે ઘર માલિક પાસે ઘરનો કોઈ રેકોર્ડ કે પ્રમાણ ન હતુ તેવા લોકોનો આ પ્રોપર્ટી કાર્ડ બનવાથી એક સત્તાવાર સરકારી રેકોર્ડ બનશે. આ પ્રોપર્ટીકાર્ડ મળવાથી ઘરમાલિક લોનની સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે. આ સર્વે દરમ્‍યાન મામલતદાર શ્રી ટી.એસ.શર્મા અને ડ્રોન સર્વેની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

Leave a Comment