Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્‍ચે જંગ = આજે દમણ અને દીવમાં મુખ્‍યત્‍વે 3 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે

મુખ્‍યત્‍વે ભાજપના કલાબેન ડેલકર, કોંગ્રેસના અજીતભાઈ માહલા અને ભારત આદિવાસી પાર્ટીના દિપકભાઈ કુરાડા વચ્‍ચે સ્‍પર્ધા રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.006: આવતી કાલ તા.7મી મેના લોકસભાની ત્રીજા ચરણનું મતદાન થઈ થવાનું છે. જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક ઉપર પણ મતદાન થવાનું છે. આ બેઠક ઉપર પાંચ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્‍યું છે. જેમના ભાવિનો ફેંસલો આવતી કાલે મતદારો કરશે. જો કે આ બેઠક ઉપર ખાસ કરસને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્‍ચે સીધી ટક્કર હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ‘ભારત આદિવાસી પાર્ટી’ના ઉમેદવાર પણ મજબૂત સ્‍થિતિમાં હોવાનું જાણવા મળે છે.
લોકસભાની દાનહ બેઠકમાં પાંચ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા જામવાની છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલા, ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રી સંદીપભાઈ બોરસા, ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર શ્રી દિપકભાઈ કુરાડા અને એક અપક્ષ ઉમેદવાર શ્રી શૈલેષભાઈ વરઠા છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીની લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. સ્‍થાનિક અને પરપ્રાંતીય મળી આ બેઠકપર કુલ 2,83,035 મતદારો છે, જે પૈકી 1,48,095 પુરુષ અને 1,34,929 મહિલા મતદારો છે જેમાં 306 પોલિંગ બૂથ છે. આ તમામ પોલિંગ બૂથ પર પ્રશાસન દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. તમામ મતદાન મથકો પર મતદારો માટે પીવાના પાણીની વ્‍યવસ્‍થા, શૌચાલય-ટોયલેટ વ્‍યવસ્‍થા, ગરમીથી બચવા છાંયડાની તથા મેડિકલની પણ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. આવતી કાલે સવારે 7:00 વાગ્‍યાથી સાંજે 06:00 સુધી મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે અને પોતાના પસંદના ઉમેદવારને મત આપશે. આ મતદાન પ્રક્રિયા માટે એક હજારથી વધુ કર્મચારીઓ અને સુરક્ષાના બંદોબસ્‍ત માટે પણ એક હજાર સીઆઇએફએસની એક કંપની આઇઆરબીએન અને હોમગાર્ડ જવાનોની સંખ્‍યા છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં સેલવાસ એક માત્ર શહેર અને મુખ્‍ય પાટનગર છે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગો હોય અહીં મોટી સંખ્‍યામાં પરપ્રાંતીય લોકો સ્‍થાયી થયા છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. દાદરા નગર હવેલી આદિવાસી બહુલ વિસ્‍તાર છે. જેમાં કુલ અંદાજિત 2.83 લાખ મતદારો છે. હાલમાં દમણ-દીવ સાથેના એકીકરણ બાદ પણ બન્ને પ્રદેશમાં કાયદાઓ જુદા જુદા છે જેને લઈને લોકોમાં પ્રશાસન સામે ભારે નારાજગી હોવાનું દેખાય છે. અહીં અનેક સમસ્‍યાઓપણ છે, જેનું નિરાકરણ થતુ નથી.
દાદરા નગર હવેલીમાં કોંકણા, ધોડિયા અને વારલી જાતિના મતદારોનું પ્રભુત્‍વ છે. જેમાં વારલી સમાજના મતદારો સૌથી વધુ છે અને સત્તા માટે નિર્ણાયક મતદારો સાબિત થતા રહ્યા છે. એક તરફ ગ્રામીણ વિસ્‍તાર છે તો બીજી તરફ શહેરી વિસ્‍તાર છે. શહેરી વિસ્‍તારમાં મોટાભાગે પરપ્રાંતિય લોકોની વસતી છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોટેભાગે સ્‍થાનિક આદિવાસી સમાજની વસ્‍તી છે. એટલે જે પણ ઉમેદવાર બંને તરફના સમાંતર મતદારોનો વિશ્વાસ જીતે છે તે જ ઉમેદવાર તરીકે અહીં વિજેતા બને છે.
લોકસભાની દાનહ બેઠક(આદિજાતિ અનામત) ઉપર ભાજપાએ શ્રીમતી કલાબેન ડેલકરને મેદાને ઉતાર્યા છે જેઓ સીટિંગ સાંસદ છે, તેઓ શિવસેના બેનર હેઠળ પેટા ચૂંટણી જીત્‍યા હતા. આ વખતે એમણે શિવસેનાને રામ રામ કહી ભાજપાનો ખેસ ધારણ કરી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્‍યું છે. જ્‍યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં યુવા નેતા શ્રી અજીતભાઈ રામજીભાઈ માહલા નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે જેઓ પૂર્વ સાંસદ સ્‍વ. રામજી માહલાના સુપુત્ર છે.
કેન્‍દ્રશાસિત દાદરા નગર હવેલીમાં વર્ષ 2014ના મતદાનનું વાત કરીએ તો, 2014માં આ બેઠક પર કુલ 84.09 ટકા મતદાન થયું હતું. 2014માં ભાજપના શ્રી નટુભાઈ પટેલ વિજયી બન્‍યા હતા. 2019માં આ બેઠકનીચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર શ્રી મોહનભાઇ ડેલકર વિજયી બન્‍યા હતા. 2019માં કુલ 79.59 ટકા મતદાન થયું હતું. મોહનભાઈ ડેલકરના આકસ્‍મિક નિધન બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના વચ્‍ચે ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શ્રીમતી કલાબેન ડેલકર વિજયી બન્‍યા હતા. હવે આ વખતે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પાંચ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે. જેનો ફેંસલો આવતી કાલ તા.7મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં મતદારો કરશે.

આજે દમણ અને દીવમાં મુખ્‍યત્‍વે 3 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે

ભાજપના લાલુભાઈ પટેલ, કોંગ્રેસના કેતનભાઈ પટેલ અને અપક્ષ ઉમેશભાઈ પટેલ વચ્‍ચે રહેનારો મુખ્‍ય જંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણીમાં આજે મતદારો ભાજપના શ્રી લાલુભાઈ પટેલ, કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ તથા અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ અને અન્‍ય 4 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતાધિકારના પ્રયોગથી કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ અને દીવ લોકસભાની ચૂંટણીમાં મુખ્‍ય જંગ ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ, કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલ વચ્‍ચે હોવાનુંદેખાય છે.
દેશના ભવિષ્‍ય માટેની આ નિર્ણાયક ચૂંટણી હોવાથી દમણ અને દીવના મતદારો પોતાનો મતાધિકારનો પ્રયોગ પોતાની ભાવિ પેઢીના ભવિષ્‍ય અને સલામતિને ધ્‍યાનમાં રાખીને કરશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.

દમણ અને દીવ બેઠકની ચૂંટણી ન્‍યાયી પારદર્શક અને ભયમુક્‍ત વાતાવરણમાં યોજવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્ત્વોની શરૂ કરાયેલી અટકાયત

ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષોના તોફાની ગણાતા ટેકેદારો સામે પણ અગમચેતીના લીધેલાં પગલાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી ન્‍યાયી પારદર્શક અને ભયમુક્‍ત વાતાવરણમાં યોજવા માટે પ્રદેશના ચૂંટણી તંત્રએ પોતાની કવાયત તેજ કરી છે અને કેટલાક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમો તથા તોફાની તત્ત્વોને અટકમાં પણ લીધા હોવાની માહિતી સાંપડી રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્‍ય ઉમેદવારોના ટેકેદારોનો પણ સમાવેશ થયો હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણીમાં કોઈ અનિચ્‍છનીય ઘટના નહીં ઘટે તે માટે પણ તંત્ર સાબદું કરાયું છે. આવતી કાલે સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 6:00 વાગ્‍યા સુધી 145 પોલીંગ બૂથો ઉપર મતદાન કરી શકાશે.

Related posts

સરપંચ કુંતાબેન વરઠાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

Leave a Comment