October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

જ્‍યાં કચરાના ઢગલા હતા ત્‍યાં કોઈપણ નેતા કે અધિકારી ફરક્‍યું જ નહીં અને જ્‍યાં કચરો જોવા પણ નહીં મળે ત્‍યાં ઝાડું લઈને ફોટો સેશનમાં ઘેલા બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત ‘‘એક તારીખ, એક કલાક” એક સાથે ગામે ગામ મોટા ઉપાડે સાફ સફાઈના બે જ દિવસમાં તાલુકા મથક ચીખલીની આસપાસના ખૂંધ સમરોલી સહિતના ગામોમાં મુખ્‍યમાર્ગ ઉપર કચરાના ઢગ સાથે ગંદકી જોવા મળતા સ્‍વચ્‍છતા અભિયાનના ધજાગરા ઉડી જવા પામ્‍યા છે.
પૂ. મહાત્‍મા ગાંધીજીની જન્‍મજયંતિ પૂર્વે જ 1લી ઓક્‍ટોબરના રોજ તાલુકામાં ગામે ગામ ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતગર્ત સાફ-સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. સ્‍વચ્‍છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવવાના ભાગરૂપે યોજાયેલા સ્‍વચ્‍છતા અભિયાનના ગણતરી દિવસોમાં જ ગંદકીની સ્‍થિતિ જૈસે થે જોવા મળતા શેઠની શિખામણ ઝાપા સુધી તેવો ઘાટ થવા પામ્‍યો છે.
ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર ખૂંધમાં કચરાના ઢગ સાથે ગંદકી જોવા મળી છે. ખૂંધમાં આ ગંદકી નજીક પ્રાથમિક શાળા તો સામેની બાજુએ સિંચાઈ વિભાગની કચેરી અને વિશ્રામ ગૃહ પાસે સમરોલી-મજીગામની હદમાં નેશનલ હાઈવે પર કાલાખાડીના પુલ આગળ સર્વિસ રોડ ઉપર, થાલામાં હાઈવે, તલાવચોરા રોડ ઉપર એમ તાલુકા મથક ચીખલીની આસપાસના ગામોમાં જમુખ્‍યમાર્ગોને અડીને ગંદકીનું સામ્રાજ્‍ય જોવા મળી રહ્યું છે.
‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત રવિવારના રોજ અનેક નેતા, અધિકારીઓ કર્મચારીઓએ હાથમાં ઝાડું પકડી ફોટો સેશન કરી સોશ્‍યલ મીડિયામાં વાહવાહી લૂંટવામાં કોઈ કસર છોડી ન હશે. અને તેના બે જ દિવસમાં ગંદકીની થયેલી યથાવત્‌ પરિસ્‍થિતિ બાબતે તેઓ જાગશે ખરા? તે જોવું રહ્યું.
સ્‍વચ્‍છતા માટે ગ્રામ પંચાયતોને પણ ગ્રાંટ ફાળવવામાં આવી રહી છે. પરંતુ દેખરેખના અભાવ વચ્‍ચે ગ્રામ પંચાયતો દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં ન આવતા જાહેરમાં મુખ્‍ય માર્ગો પર ગંદકી જોવા મળી રહી છે.

Related posts

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કરાયેલું મેગા પેરેન્‍ટ ટીચર્સ મિટીંગનું આયોજન

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

Leave a Comment