October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: શ્રી એલ.જી. હરિયા મલ્‍ટી પર્પઝ સ્‍કૂલ, સિલવાસ રોડ, વાપીના અમારી શાળાના વિદ્યાર્થીઓએ પોપ્‍યુલર ક્‍વિઝ કોન્‍ટેસ્‍ટ-2023, જે વાપી કનાડા સંઘ દ્વારા 9 ડિસેમ્‍બરના રોજ આયોજિત કરવામાં આવી હતી. જેમાં કુલ 18 સ્‍કૂલોએ ભાગ લીધો હતો. ચાર ગ્રુપમાં આ સ્‍પર્ધા આયોજિત કરવામાં આવી હતી. શ્રી એલ.જી. હરિયા મલ્‍ટી પર્પઝ સ્‍કૂલ વાપીના વિદ્યાર્થી પ્રથમ ગ્રુપમાં – માસ્‍ટર હેરમ શર્મા જે ચોથા ધોરણમાં છે અને માસ્‍ટર જેનીમ ભાડજા જે ત્રીજા ધોરણમાં છે. જેમણે ગ્રુપ એકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. બીજા ગ્રુપમાં – માસ્‍ટર અનમોલ શ્રીવાસ્‍તવ જે સાતમા ધોરણમાં છે. માસ્‍ટર પ્રયાગ કુલકર્ણી જે છઠ્ઠા ધોરણમાં છે. જેમણે ગ્રુપ બે માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ચોથા ગ્રુપમાં – માસ્‍ટર નારાયણ સિંગ અને માસ્‍ટર હર્ષ રાજપુરોહિત જે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ બધા વિદ્યાર્થીઓને પુરસ્‍કાર મળવાથી ઓવરઓલ ટ્રોફી પણ શ્રી એલજી હરિયા મલ્‍ટી પર્પઝ સ્‍કૂલને જપ્રાપ્ત થયો છે. આ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ અને ટ્રસ્‍ટી મેમ્‍બર દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવે છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

Leave a Comment