January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ ખાતે ભગવદ્‌ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

ગીતાનો સહારો લઇ દરેક વ્‍યક્‍તિ તેના શ્‍લોકોના ઉચ્‍ચારણથી સાચો માર્ગ મેળવી જીવનમાં આગળ વધે છે. : પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણદાસજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
સેલ્‍યુટ તિરંગા ગુજરાત પ્રદેશ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ, વાપી ખાતે તારીખ 14મી ડિસેમ્‍બર 2021 મંગળવાર મોક્ષદા એકાદશીના રોજ ભગવદ્‌ ગીતા જયંતિની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણદાસજીએ ભગવદ્‌ ગીતાનું મહત્‍વ સમજાવી વિદ્યાર્થીઓનેગીતાના શ્‍લોકોના ઉચ્‍ચારણનુ મહત્‍વ સમજાવી ગીતાના આ શ્‍લોકોમાં જીવનના દરેક પ્રશ્નોના ઉકેલ મળી જતા હોય જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવાનો સરળ અને ઉત્તમ માર્ગ હોવાનું જણાવ્‍યું હતું. દરેક વ્‍યક્‍તિએ ગીતાનો એક-એક પાઠ વાંચવો જ જોઈએ જેમાં 15મો અધ્‍યાય મોક્ષ માટે છે તેનું મહત્‍વ પણ સમજાવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.સી. ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ, અને શ્રી સ્‍વામિનારાયણ હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓ તથા શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ગીતાના શ્‍લોકોના ઉચ્‍ચારણની, શ્‍લોક સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.
ભગવદ્‌ ગીતા એ એક રહસ્‍યમય ગ્રંથ છે. જે વસ્‍તુઓની પ્રકળતિ વિશે બોલે છે. તે માનવતા, વાસ્‍તવિકતા અને તે વાસ્‍તવિકતામાં આપણું સ્‍થાન તેમજ શાણપણ અને સુખ શોધવા માટે આપણે જે પગલાં લઈએ છીએ તેની વાત કરે છે. તે એક આવશ્‍યક આધ્‍યાત્‍મિક ગ્રંથ છે કારણ કે તે દરેક વસ્‍તુ પર પ્રશ્ન કરવાનો વ્‍યક્‍તિનો અધિકાર સ્‍થાપિત કરે છે.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટરશ્રી હિતેન ઉપાધ્‍યાય, સંસ્‍થાના આચાર્યશ્રીઓ, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના ડેન્‍જર ઝોનમાં શુક્રવારે અધધ… 142 નવા પોઝિટિવ કેસો

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

દીવના રાઈજીન્‍ગ સ્‍ટારનું શિતલ રિસોર્ટમાં કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

Leave a Comment