Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 178 જેટલી પ્રાથમિક શાળાઓમાં 16,374 જેટલા બાળકો અભ્‍યાસ કરે છે અને હાલે 844 જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તાલુકામાં ઘણા લાંબા સમયથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (ટીપીઈઓ) ની જગ્‍યા ભરવામાં આવી નથી. અને આ જ જગ્‍યા પર પણ શિક્ષકને ચાર્જ આપી આ મહત્‍વની જગ્‍યા પણ ઈન્‍ચાર્જથી કામ ચલાવાઇ રહ્યું છે. આ ઉપરાંત તાલુકામાં ચીખલી,મલિયાધરા, રૂમલા અને રાનકુવા એમ ચાર જેટલી બીટો છે. આ તમામ જગ્‍યાઓ ઉપર બીટ નિરીક્ષકોની વર્ષોથી નિમણૂક કરવામાં આવી નથી. અને એચટાટ આચાર્યોને કામ ચલાઉ ચાર્જ સોંપી ગાડું ગબડાવાઈ રહ્યું છે. જોકે આ ચાર પૈકી રૂમલા બીટ પર તો હાલે ઈન્‍ચાર્જ બીટ નિરીક્ષક પણ નથી.
પ્રાથમિક શાળાઓમાં બીટ નિરીક્ષકો દ્વારા તેમના બીટની પ્રાથમિક શાળાઓની સમયાંતરે વિઝીટ કરી શાળા કેમ્‍પસમાં સાફ સફાઈ, દફતરોનું નિરીક્ષણ, બાળકોનું મૂલ્‍યાંકન સાથે વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે. ત્‍યારે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તે માટે આ જગ્‍યાઓ ખૂબ મહત્‍વની છે. પરંતુ સરકાર દ્વારા વર્ષોથી આ જગ્‍યાઓ ભરવામાં આવી નથી.
વર્તમાન સમયમાં તાલુકામાં પણ અનેક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ સર્જાવા સાથે શાળાઓ બંધ થવાના આરે છે. અને સરકારના આ પ્રકારના કારભારમાં ખાનગી શાળાઓમાં ધસારો વધી જવા પામ્‍યો છે. અને ખાનગી શાળાઓને રીતસરનું પ્રોત્‍સાહન મળી રહ્યો હોય તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે.
બાળકોની કારકિર્દી ઘડતરના પાયો એવા પ્રાથમિક શિક્ષણમાં પણ મહત્‍વની જગ્‍યાઓ ઉપર સરકાર દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવતી નથી. ત્‍યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાંસુધારો થવા સામે પ્રશ્નાર્થ સર્જાવા પામ્‍યો છે.
ઈન્‍ચાર્જ ટીપીઈઓ વિજયભાઈના જણાવ્‍યાનુસાર ચીખલી તાલુકામાં ચાર જેટલા બીટો છે તે પૈકી હાલે ત્રણ ઉપર એચટાટ આચાર્યોની કામ ચલાઉ નિમણૂક કરાયેલ છે. જ્‍યારે રૂમલા બીટ હાલે ખાલી છે.

Related posts

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment