Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.04: ચીખલી એસ.ટી. સ્‍ટેન્‍ડ ખાતે છેલ્લા કેટલાક સમયથી મુસાફરોના મોબાઈલ ચોરાવાની ઘટનાએ માઝા મુકતા ચીખલી પોલીસે આ બાબતે એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં સઘન વોચ ગોઠવતા પોલીસે બે શકમંદોને ઝડપી પાડતા જેઓની પાસેથી 49 નંગ જેટલા ચોરીના મોબાઈલો મળી આવતા પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ ઉપરથી અવાર નવાર મોબાઇલ ચોરી થતા જે અંગે ચીખલી પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના અનડીટેક્‍ટ ગુનાઓ શોધી કાઢવા માટે ચીખલી પોલીસના સર્વેલન્‍સ સ્‍ટાફ અને ટાઉન પોલીસ ખાનગી રાહે બાતમીના આધારે ચીખલી એસ.ટી. બસ ડેપો ઉપર બે યુવકો જેની ઉંમર આશરે 22 થી 25 વર્ષના હોય અને એક કાળા કલરની તેમજ બીજી આર્મી કલરની બેગો સાથે જે બંને યુવકો શંકાસ્‍પદ હોય જે યુવકોને પોલીસે પકડી પાડી જેની પૂછપરછ કરતા સુધીર મણી રવિદાસ ઉ.વ.આ-26 (રહે.છોટા ટેટુલીયા પંચાયત ટેટુલીયા પોસ્‍ટ તીન પહાડ, છોટા ચિતોનીયા થાણા તીન પહાડ જી. સાહેબ ગંજ ઝારખંડ) (હાલ રહે. ગડોદરા શક્‍તિનગર ગલી નંબર-1 મહારાણા પ્રતાપ સર્કલ સુરત શહેર) તથા અન્‍ય એક બબલુકુમાર પપ્‍પુ શાહ (ઉ.વ.22) (રહે.મમલખા થાના સંબોર જી.ભાગલપુર બિહારહાલ રહે.શક્‍તિ નગર ગડોદરા મહારાણા પ્રતાપ ઉધના સુરત શહેર) હોવાનું જણાવતા બંને યુવકો પાસે રાખેલ બેગની તલાશી લેતા જેમાંથી વિવિધ કંપનીના 49-જેટલા મોબાઈલ ફોનો મળી આવતા જે અંગેના બિલોની માંગણી કરતા ગલ્લા તલ્લા કરી ગોળ ગોળ જવાબો આપતા અને અંતે આ મોબાઈલ ફોનો ચોરીના હોવાનું જણાઈ આવ્‍યું હતું.
પોલીસે આ બંને યુવકોને ચીખલી પોલીસ સ્‍ટેશન લાવી વધુ તપાસ કરતા આ મોબાઈલ ફોનો ચીખલી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ, સુરત શહેર, બારડોલી, કાપોદ્રા, પુર્ણા તથા કામરેજ, ઉધના તથા વલસાડ અને વાપી રેલ્‍વે સ્‍ટેશન તેમજ બસ ડેપોમાંથી ચોરી કરેલ હોવાનું જાણવા મળ્‍યું હતું.
ચીખલી પોલીસે બંને યુવકો પાસેથી કુલ-49 નંગ મોબાઈલ કિ.રૂ.6.29 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. જ્‍યારે પોલીસે આ બંને યુવકો પાસેથી અન્‍ય બે નંગ મોબાઈલ ફોનો પણ કબજે કરી ચીખલી પોલીસે આ બંને યુવકો સામે સીઆરપીસી કલમ 41 (1) ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

Leave a Comment