દિલખુશ કોલ્ડ્રીંગ સામે રાખેલ લારી નહી હટાવા પેટે બે હજારની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વલસાડ નગરપાલિકામાં એન્ક્રોચમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા તત્કાલીન એક્રોટમેન્ચ અધિકારી મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણને એ.સી.બી.એ બે હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં મહેશ ચૌહાણે કોર્ટમાં કરેલ રેગ્યુલર જામીન અરજીને નામદાર કોર્ટે ફગાવી દીધી છે.
વલસાડ ઈન્ડીયન બેંક સામે આવેલ દિલખુશ કોલ્ડ્રીંગ સંચાલકે દુકાન સામે લારી કાર્યરત કરી હતી. 2022માં નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ અધિકારી મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણે લારી નહી હટાવા પેટે રૂપિયા બે હજાર દર માસે આપવાની માંગણી કરી હતી.કોલ્ડ્રીંગ સંચાલક જે આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી. વલસાડ-ડાંગે છટકું ગોઠવીને એન્ક્રોચમેન્ટ અધિકારી મહેશ ચૌહાણને રોકડા બે હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી ધરપકડ કરી હતી. આ કેસની કોર્ટમાં ચાર્જસીટ રજુ થયા બાદ મહેશ ચૌહાણે રેગ્યુલર જામીન અરજી કરી હતી જે નામદાર કોર્ટના સ્પે. જજ આહુજાએ ફગાવી દીધી હતી.