October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

સવારે કાઢવામાં આવેલી ભવ્‍ય શોભાયાત્રામાં કચીગામના આગેવાન અને દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.10 : આજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કાશળ ફળીયામાં જય શ્રી ભીખીમતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પટોત્‍સવની ધામધૂમથી અને ભક્‍તિભાવ સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યક્ષ પૂજન ત્‍યારબાદમાતાજીની ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ-દીવનાં પૂર્વ સાંસદ અને કચીગામના આગેવાન શ્રી લાલુભાઈ પટેલનું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
શોભાયાત્રની સમાપ્તિ પછી મંદિરે માતાજીની આરતી કરવામાં આવી હતી અને માતાજીને ભોગ ચઢાવી મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્‍યામાં ભાવિકભક્‍તજનોએ આનંદ અને ઉત્‍સાહથી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment