Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

મોંઘીદાટ કારમાં આવેલા 8 જુગારીયાઓ રૂા.17.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વાપી નજીક કરવડ, તંબાડી ફાટકખાતે ભગત ફળિયામાં આવેલ ઇંટના ભઠ્ઠાની બાજુમાં પુનિત અરજણ કલસરિયા નામના વ્‍યક્‍તિ દ્વારા ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે રેઈડ કરતા ચકચાર મચી ગઈ છે. એલસીબીની ટીમે આ રેઈડમાં પાંચ કાર, નવ મોબાઈલ તેમજ દાવમાં લાગેલા 8000 રૂપિયા રોકડા, અંગ ઝડતીમાંથી મળેલા રૂા.21,500 મળી કુલ રૂા.17,84,650 નો મુદ્દા માલ જપ્ત કરી જુગાર ધારાની કલમ 112 મુજબ 8 જુગારીયાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ એલસીબીના સ્‍ટાફને બાતમી મળી હતી કે, કરવડ ગામમાં આવેલ ઈંટના ભઠ્ઠાની જમીન પર ભઠ્ઠાના માલિક સહિત અન્‍ય ઈંટના ભઠ્ઠાના વેપારીઓ મોટેપાયે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે કરવડ, તંબાડી ફાટક નજીક ભગત ફળિયામાં આવેલ કિકુંભાઈ ધોડિયાની જમીનમાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા પુનિત અરજણ કલસરિયાને ત્‍યાં રેઈડ કરી હતી. જેમાં કુલ 8 જુગરિયાઓ ઝડપાઈ ગયા હતાં.
વલસાડ એલસીબીની ટીમે કરવડ તંબાડી ફાટક ભગત ફળિયામાં આવેલા પુનિત અરજણ કલસરિયાના ઈંટના ભઠ્ઠાની બાજુમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્‍યો હતો. જેમાં કરવડના યોગેશ ઠાકોર કોળી, ચણોદ કોલોનીમાં રહેતા પુનિત અરજણ કલસરિયા, રાતા ચાર રસ્‍તા ખાતે રહેતા હસમુખકુરજી ડુમરાળીયા, કરવડમાં રહેતા તેજસ મનસુખ ધંધુકિયા, ચણોદ કોલોનીમાં રહેતા મયુર શાંતિ ટાપણીયા, મનહર ગોવિંદ વાઢીયા, હિતેશ જસમત કુંભાર, કોચરવા ખાતે રહેતા કિશોરબાલા ડુમરાળિયાને ઝડપી પાડ્‍યા હતા.
પકડાયેલા આ આઠ જુગારીયાઓની અંગજડતીમાંથી 21,500 રૂપિયા તેમજ દાવ પર લાગેલા 8000 રોકડા રૂપિયા મળ્‍યા હતા. એ ઉપરાંત જુગારીયાઓ પાંચ જેટલી મોંઘી દાટ કારમાં આવ્‍યા હોય તેની 17 લાખની કિંમત ગણી, જુગારીઓ પાસે રહેલા નવ મોબાઇલની 55 હજાર રૂપિયાની કિંમત ગણી કુલ રૂા.17,84,650 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. તમામ 8 જુગારીયાઓની અટક કરી એલસીબીની ટીમે જુગાર ધારાની કલમ 112 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment