Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના સમન્‍વયથી શિક્ષણના હબ તરીકે વિકસી રહેલો આપણો પ્રદેશઃ સરપંચ મુકેશ ગોસાવી
  • દમણવાડા પંચાયત દ્વારા અબાલ-વૃદ્ધ, મહિલા તમામ માટે યોજાનારો રમતોત્‍સવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે દમણ અને દીવના 62મા મુક્‍તિ દિવસની ઉજવણી ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તિરંગો લહેરાવી પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, મુક્‍તિના 61 વર્ષમાં દમણ અને દીવે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમાં પણ છેલ્લા 6 વર્ષમાં દમણ-દીવે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઐતિહાસિક વિકાસ કર્યો છે.
શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના સમન્‍વયથી આપણો પ્રદેશ શિક્ષણના એક હબ તરીકે વિકસી ચૂક્‍યો છે. તેમણે પંચાયતમાં ઉપસ્‍થિત લોકોને પોતાના બાળકોને ભણાવવા ઉપર ખાસ જોર આપ્‍યું હતું અને મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવા અનેક અભ્‍યાસક્રમોમાંપ્રવેશ મેળવવા આહ્‌વાન કર્યું હતું. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવા અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સન્‍માનનો કાર્યક્રમ પણ પંચાયત દ્વારા યોજવાનું આયોજન હાથ ધર્યું છે. એટલું જ નહીં પરંતુ દમણવાડા પંચાયત વિસ્‍તારની સરકારી શાળામાં ભણી ઉચ્‍ચ હોદ્દા ઉપર કે વેપાર-ધંધામાં આગળ વધેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના કરાનારા સન્‍માનની પણ જાણકારી આપી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આવતા દિવસોમાં અબાલ-વૃદ્ધ, મહિલા તમામને સામેલ કરી એક પંચાયત સ્‍તરના રમતોત્‍સવના થનારા આયોજનની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતના દરેક વોર્ડના અને ગામના વધુમાં વધુ લોકો રમતોત્‍સવમાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરાનાર છે.
સરપંચશ્રીએ લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ લેવા અને નજીકના ભવિષ્‍યમાં ડિજિટલ ઈ-લાયબ્રેરી બનાવવાનો પણ પોતાનો સંકલ્‍પ જાહેર કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પંચાયતની સલાહકાર સમિતિના સભ્‍ય શ્રી ઉમેશભાઈ બારી, શ્રી રવુભાઈ બારી, શ્રી શાંતુભાઈ સોરઠી, પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુભાઈ બાબુ, શ્રી નવિનભાઈ પી. દમણિયા સહિત મોટી સંખ્‍યામાંગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

વલસાડમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરીકામાં અનામત નિવેદનોના વિરોધમાં ધરણા-મૌન રેલી યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આરંભ પહેલાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજની નિકળેલી ભવ્‍ય શોભા યાત્રા

vartmanpravah

Leave a Comment