December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

પ્રદેશ ભાજપ મંત્રી જીજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ, દમણ જિ.પં.ની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન પટેલ, પ્રદેશ મીડિયા સંયોજક મજીદ લધાણી સહિત પ્રદેશ-જિલ્લા તથા મોરચાના વિવિધ હોદ્દેદારો, સરપંચો, જિ.પં. સભ્‍યો, કાઉન્‍સિલરો અને મંડળના પદાધિકારીઓએ યશસ્‍વી ભવિષ્‍યની પાઠવેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આજે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના જન્‍મ દિન પ્રસંગે તેમને શુભેચ્‍છા આપવા માટે કાર્યકરોની લાંબી હરોળ લાગી હતી. પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષશ્રી હરિશભાઈ પટેલ અને દમણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ, પ્રદેશ મીડિયા સંયોજક શ્રી મજીદભાઈ લધાણી, જિલ્લા ભાજપ મંત્રી શ્રી કિરિટભાઈ પટેલ, ભાજપ કાર્યાલયના સ્‍ટાફ શ્રી મહેન્‍દ્ર પટેલ, શ્રી શિવકુમાર સિંઘ સહિત જિલ્લા પંચાયત સભ્‍યો, કાઉન્‍સિલરો, સરપંચો, જિલ્લા અને પ્રદેશ તથા વિવિધ મોરચાના હોદ્દેદારો અને અનેકઆગેવાનોએ રૂબરૂ તથા મોબાઈલ ઉપર પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલને શુભેચ્‍છા આપી તેમના યશસ્‍વી ભવિષ્‍યની કામના કરી હતી.

Related posts

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

Leave a Comment