October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

ઝીલ સોસાયટીમાં ઘટેલી ઘટના સીસીટીવીમાં કેદ : બે કાર માલિકોએ ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી ટાઉનમાં આવેલ ઝીલ સોસાયટીમાં ગત રાત્રે તસ્‍કરો કાર ચોરવા ઘૂસ્‍યા હતા. પરંતુ કંઈ નહી મળતા એક કારમાં રહેલ પાકીટ જેવા રોકડા 10 હજાર હતા તે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
વાપી ઝીલ સોસાયટીમાં ગતરાતે 3 વાગ્‍યાના સુમારે તસ્‍કરો કાર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્‍યા હતા. પાર્કિંગમાં રહેલ આઈટેન કાર નં.જીજે 15 અને હુન્‍ડાઈ કાર નં.જીજે 15 સીએલ 1017 ના કાચ તોડયા હતા. એક કારમાં પાકીટ મળી આવેલ. જેમાં 10 હજાર રોકડા, આધાર, પાન કાર્ડ હતું તે પાકીટ ચોરી ગયા હતા. બન્ને કારના કાચને નુકશાન કર્યું હતું. સોસાયટીમાં ફલેટ નં.401 અને 101માં રહેતા જાવેદ અખ્‍તર સૈયદ અને શાકીર ફારૂખ કુરેશીએ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ પોલીસને બતાવ્‍યા હતા. ફરિયાદીના જણાવ્‍યા અનુસાર સ્‍પોટ ઉપર હજુ સુધી પોલીસ તપાસમાં આવી નથી.

Related posts

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપર વેફર ભરેલ કન્‍ટેનરમાં અચાનક આગ ભભૂકતા દોડધામ

vartmanpravah

Leave a Comment