October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલા સંકલ્‍પ સપ્તાહમાં આજે દમણ બ્‍લોકની તમામ 14 ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા એક સંકલ્‍પના માધ્‍યમથી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સ્‍વચ્‍છ ઘર, ગામ અને ગ્રામ પંચાયતના ઉદ્દેશથી ગ્રામ પંચાયતોના તમામ ચૂંટાયેલા સભ્‍યો, સરપંચો, જિ.પં. સભ્‍યો તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલાઓ દ્વારા ગ્રામજનોના સહયોગથી પંચાયતના મંદિર, બજાર, હાટ, પંચાયત ભવન, પંચાયત કાર્યાલય, આંગણવાડી, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ કેન્‍દ્રો, ફેર પ્રાઈસ શોપ, કોમન સર્વિસ સેન્‍ટર, અન્‍ય સંસ્‍થાગત ભવનો વગેરે ઉપર સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.
દમણ બ્‍લોકની તમામ સરકારી અને ખાનગી સ્‍કૂલોમાં ‘સ્‍વચ્‍છ ઘર, ગામ અને ગ્રામ પંચાયત’ વિષય ઉપર ડિબેટ તથા ચિત્રકળા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
સ્‍વચ્‍છતા અભિયાન બાદ દમણ બ્‍લોકની તમામ 14 ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતાથી આરોગ્‍યની તરફ અને બહેતર આરોગ્‍ય માટે સ્‍વચ્‍છતા અપનાવવાના સંબંધ ઉપર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામસભામાં ઉપસ્‍થિત તમામ લોકોએ સ્‍વચ્‍છતા એક સંકલ્‍પ અંતર્ગત સ્‍વચ્‍છતા શપથ લઈ સ્‍વચ્‍છ ઘર, ગામઅને ગ્રામ પંચાયતના બનાવવાના લક્ષને પુરો કરવાનો સંકલ્‍પ લીધો હતો.

Related posts

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

Leave a Comment