Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નજીકના છરવાડા ગામ વોર્ડ નં.7ના સડક ફળિયામાં અનેક લોકો રહે છે અને તેમાં મોટા ભાગના આદિવાસીઓ રહે છે. આ ફળિયામાં રહેતી મિનલબેન હળપતિ જેઓ વાપીની એક કોલેજમાં અભ્‍યાસ કરે છે અને તેઓ સરકાર દ્વારા આપવામાં આવતા લાભ માટે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્‍યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા માટે છરવાડા ગ્રામ પંચાયત ઉપર દોડી રહી છે. જો કે, ગ્રામ પંચાયત દ્વારા તેઓને આવકના દાખલા કાઢી આપતા નથી અને શિષ્‍યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરતા નથી અને કંઈપણ કહેતા નથી. ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી દિકરીને કેમ આવકનાદાખલા કાઢી આપતા નથી, શા માટે શિષ્‍યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા માટે ત્રણ વર્ષથી ધરમધક્કા ખાઈ રહી છે. ગામના સરપંચ કે તલાટી દ્વારા પણ કોઈ યોગ્‍ય રીતે જવાબ આપતા નથી. સરકાર દ્વારા દિકરીઓ આગળ વધે તેવા પ્રયાસો કરી રહી છે અને અનેકવિધ સહાયો પણ કરી રહી છે ત્‍યારે વાપીના છરવાડા ગામ વોર્ડ નં.7ના સડક ફળિયાથી દિકરી છેલ્લા ત્રણ વર્ષથી શિષ્‍યવૃત્તિ માટે ગ્રામ પંચાયત ઉપર દોડી રહી છે. દિકરીને શા માટે શિષ્‍યવૃત્તિ માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે અને આ બાબતે જવાબદાર વિભાગ દ્વારા યોગ્‍ય ધ્‍યાન દોરી આદિવાસી દિકરીને શિષ્‍યવૃત્તિનો લાભ મળે તેવો પ્રયાસો કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

Related posts

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment