March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં હાઈવેની ગટરોની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અબોલ પશુઓ તથા રાહદારીઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના બંને તરફના સર્વિસ રોડ પર બનાવવામાં આવેલી ગટરના કેટલાક સ્‍થળે ઢાંકણો ગાયબ છે અને તૂટેલા છે. આ ખુલ્લી ગટરમાં અવાર નવાર અબોલા પશુઓ અને રાહદારીઓ પટકાઈ રહ્યા હોવા છતાં જવાબદાર તંત્રનું પેટનું પાણી હલતું નથી. ત્‍યારે ફરી એક વાર વલસાડ થી પારડી આવતા ચાર રસ્‍તાના ઓવરબ્રિજ નજીકના સરકારી અનાજ ગોડાઉન પાસે સર્વિસ રોડ પર આવેલી ગટરમાં એક આખલો પટકાયો હતો. જે અંદર પટકાયા બાદ આખી ઉંધી સ્‍થિતિમાં ફસી ગયો હોય બહાર પણ નીકળી શકયો ન હતો. ઊંધો પડેલો આખલા પર કોઈ વ્‍યક્‍તિનું આજે ધ્‍યાન પડતાં ગૌરક્ષક કિર્તિભાઈ ભંડારીને જાણ કરતા તેઓ તેમના સાથી મિત્રોરણછોડભાઈ, રાજેશ ગુપ્તા, સાથે દોડી ગયા હતા પરંતુ આસાનીથી આખલો બહાર કાઢી શકાય નહીં તેવું જણાતા તેઓએ પારડી પાલિકાને જાણ કરતાં પંકજભાઈ જેસીબી લઈ ઘટના સ્‍થળે પહોંચી ભારે જહેમતે આખલાને બહાર કાઢી ઈજાગ્રસ્‍ત એવા આખલાને પશુચિકિત્‍સક પાસે પ્રાથમિક સારવાર પણ કરાવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

Leave a Comment