(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનની બઢતી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર ખાતે બદલીનો આદેશ ભારત સરકારના પર્યાવરણ વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
૧૯૯૬ બેચના આઈ.ઍફ.ઍસ. અધિકારી શ્રી કે. રવિચંદ્રન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુખ્ય વન સંરક્ષક તરીકે કાર્યરત હતા. ઍમને ઍડીશનલ ચીફ કન્ઝર્વેટર અોફ ફોરેસ્ટ તરીકે પે મેટ્રિક્સના લેવલ-૧૫માં રૂ.૧,૮૨,૦૦૦-૨,૨૪,૧૦૦ શ્રેણીમાં બઢતી મળી છે.
