December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

ફોજદાર રોઝેરિયો ગામલોકોને ગભરાવાનું કોઈ કારણ નથી એમ કહેતો હતો પરંતુ તે પોતે તો ગભરાયેલો જ હતો. ગામલોકોમાં બહારના ચાર-પાંચ લોકો ભળી ગયા છે અને તેમનું વર્તન શંકાસ્‍પદ છે એવી આશંકા થતાં જ તે પોલીસચોકીની દિશામાં ઝડપથી ભાગ્‍યો. તેને ભાગતો જોઈને ગામલોકોમાં પણ દોડાદોડ થઈ ગઈ

(…ગતાંકથી ચાલુ)
લગભગ પંદરેક જણાની ટુકડી બીજી રાત્રે દાદરા ચોકી સુધી પહોંચી ત્‍યારે ત્‍યાંનો ફોઝદાર રોઝેરિયો ગામ લોકોને ભેગાં કરીને હુમલો થાય ત્‍યારે શું કરવું, બચાવ કેવી રીતે કરવો તથા પ્રતિકાર કઈ રીતે કરવો તેની સૂચના આપતો હતો, તે તેમણે જોયું. એ લોકો પેટે ઘસડાતા કે ચાર પગે ચાલતા જરાપણ અવાજ ન થાય એ રીતે તે ટોળાની નજીક પહોંચ્‍યા. તેમાંથી ચાર-પાંચ જણા ગામલોકોની વચ્‍ચે જઈને બેસી ગયા અને બાકીના લોકોએ પાછળથી જઈને ચોકીને ઘેરી લીધી.
ફોજદાર રોઝેરિયો ગામલોકોને ગભરાવાનું કોઈ કારણ નથી એમ કહેતો હતો પરંતુ તે પોતે તો ગભરાયેલો જ હતો. ગામલોકોમાં બહારના ચાર-પાંચ લોકો ભળી ગયા છે અને તેમનું વર્તન શંકાસ્‍પદ છે એવી આશંકા થતાં જ તે પોલીસચોકીની દિશામાં ઝડપથી ભાગ્‍યો. તેને ભાગતો જોઈને ગામલોકોમાં પણ દોડાદોડ થઈગઈ. આ નાસભાગમાં કોઈનેય શું કરવું જોઈએ તે સૂઝતું ન હતું. ચોકીમાં જઈને રોઝેરિયોએ રાયફલ હાથમાં તો લીધી પરંતુ દુશ્‍મનની સામે તેનો ઉપયોગ કરવાને બદલે તે રાયફલ સહિત ક્‍યાંક સંતાવાની જગ્‍યા શોધવા લાગ્‍યો. દરમિયાન વામન દેસાઈના માણસોએ તેને ઘેરી લીધો હતો. તેમાંથી એક જણે તેને છરો ભોંકતાં પડતાં પડતાં તેણે રાયફલમાંથી ગોળીબાર કર્યો પણ તે હવામાં જ રહ્યો. ચોકી પર બીજા બે સિપાઈ હતા તે પણ રાયફલ લઈને નાસી જતાં પકડાઈ ગયા. આ રીતે સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું. આ સમાચાર 23 જુલાઈના અખબારો દ્વારા આખા દેશમાં પહોંચી ગયા.

(ક્રમશઃ)

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment