(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી નજીકના છરવાડા ગામ વોર્ડ નં.7ના સડક ફળિયામાં અનેક લોકો રહે છે અને તેમાં મોટા ભાગના આદિવાસીઓ રહે છે. આ ફળિયામાં રહેતી મિનલબેન હળપતિ જેઓ વાપીની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને તેઓ સરકાર દ્વારા આપવામાં આવતા લાભ માટે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા માટે છરવાડા ગ્રામ પંચાયત ઉપર દોડી રહી છે. જો કે, ગ્રામ પંચાયત દ્વારા તેઓને આવકના દાખલા કાઢી આપતા નથી અને શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરતા નથી અને કંઈપણ કહેતા નથી. ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી દિકરીને કેમ આવકનાદાખલા કાઢી આપતા નથી, શા માટે શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા માટે ત્રણ વર્ષથી ધરમધક્કા ખાઈ રહી છે. ગામના સરપંચ કે તલાટી દ્વારા પણ કોઈ યોગ્ય રીતે જવાબ આપતા નથી. સરકાર દ્વારા દિકરીઓ આગળ વધે તેવા પ્રયાસો કરી રહી છે અને અનેકવિધ સહાયો પણ કરી રહી છે ત્યારે વાપીના છરવાડા ગામ વોર્ડ નં.7ના સડક ફળિયાથી દિકરી છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ માટે ગ્રામ પંચાયત ઉપર દોડી રહી છે. દિકરીને શા માટે શિષ્યવૃત્તિ માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે અને આ બાબતે જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન દોરી આદિવાસી દિકરીને શિષ્યવૃત્તિનો લાભ મળે તેવો પ્રયાસો કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
