December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

બે વર્ષમાં 52 જેટલા બ્‍લડ કેમ્‍પના આયોજન થકી 5200 યુનિટ
બ્‍લડ મેળવવામાં સફળતા

જતીન દેસાઈ તથા અનિરુદ્ધ પાંચાલનો માનવ આરોગ્‍ય સેવા
કેન્‍દ્ર ટ્રસ્‍ટ બોર્ડમાં સમાવેશ

ચિંતન સંગાડીયાના માર્ગદર્શન હેઠળ 250 થી વધુઈમરજન્‍સી લોહી આપનારાઓનું વોટ્‍સએપ ગ્રુપ હવે શહેર કે જિલ્લા પૂરતું નહીં પરંતુ અન્‍ય રાજ્‍યોમાં પણ જરૂરિયાતમંદોને ટૂંક સમયમાં પહોંચતું કરે છે લોહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: સ્‍વ.જયંતભાઈ ચાપાનેરી સ્‍થાપિત માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર ટ્રસ્‍ટ સંચાલિત સરદાર ભીલાડવાલા પારડી પીપલ્‍સ કો.ઓ. બેંક ફાઉન્‍ડેશન બ્‍લડ સેન્‍ટર કિલ્લા પારડીની 26મી જાન્‍યુઆરી 1997 ના રોજ શરૂઆત થઈ હતી ત્‍યારથી લઈ અત્‍યાર સુધી એટલે કે સતત 27 વર્ષથી આ સંસ્‍થા રક્‍તદાનની પ્રવૃત્તિ કરી રહી છે.
નાના પાયે શરૂઆત થયેલ આ સંસ્‍થા આજે અનેક લોહી પૂરું પાડનાર અનેક સંસ્‍થાઓ, દર ત્રણ મહિને લોહી આપનારા બ્‍લડ ડોનરો અને ખૂબ મોટું ઈમરજન્‍સી લોહી આપનારા ગ્રુપના સહયોગથી એક વટ વૃક્ષ બની ગઈ છે : આ સંસ્‍થા એ છેલ્લા બે વર્ષમાં 52 જેટલા બ્‍લડ કેમ્‍પો યોજી 5200 યુનિટ લોહી મેળવ્‍યું છે જેને લઈ છેલ્લા કેટલાય સમયથી પારડી બ્‍લડ બેન્‍કમાં લોહીની અછત વર્તાય નથી
આ તમામ સંસ્‍થાઓ તથા સ્‍ટાર બ્‍લડ ડોનરો અને ઈમરજન્‍સી ગ્રુપને સન્‍માનવા એમનું ઋણ અદા કરવા માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર ટ્રસ્‍ટ દ્વારા એક સન્‍માન સમારોહ રાખવામાં આવ્‍યો હતો
સૌપ્રથમ આ સંસ્‍થાના પૂર્વ ચેરમેન ડોક્‍ટર એમ.એમ. કુરેશીએ હૃદયદ્રાયક અને લાગણીસભર સ્‍વાગતઉદબોધન કરી આ સંસ્‍થાની પ્રસ્‍તાવના રજૂ કરી હતી ત્‍યારબાદ હાલના ચેરમેન દિનેશભાઈ સાકરીયા એ તમામ બ્‍લડ ડોનેટ કરતી સંસ્‍થાઓ તથા સમયસર દર ત્રણ મહિને બ્‍લડ ડોનેટ કરનારાઓ અને ઇમર્જન્‍સી ગ્રુપને આવકારી એમનો આભાર પ્રગટ કર્યો હતો.
ત્‍યારબાદ શરૂ થયેલ એવોર્ડ સન્‍માન સમારોહમાં સૌપ્રથમ દર ત્રણ મહિને બ્‍લડ આપનારા સ્‍ટાર બ્‍લડ ડોનર એવા પારુલ ગજ્જર, ભૈરવ વશી, ગૌરવ પટેલ, સંજય બારીયા, ચિંતન સંગાડીયા, ડોક્‍ટર આનંદ, ગિરીશ ભરતિયા, વિશાલ પ્રજાપતિ, ડૉ. લતેશ, ચેતન ચાપાનેરી, વિશાલ ભારતીયા, અર્જુનસિંહ ચૌધરી, રણજીત પ્રજાપતિ, વૈભવ પટેલ વિગેરેનો એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત જેઓ બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખી મોટા પાયે બ્‍લડ મેળવવામાં મદદ કરે છે એવી સંસ્‍થાઓ પારડી શહેર બીજેપી, ઉમિયાજી સોશિયલ ટ્રસ્‍ટ વલસાડ, રાજસ્‍થાન પ્રગતિ મંડળ વાપી, ટવેન્‍ટી ફસ્‍ટ સેન્‍ચ્‍યુરી, ઓમ શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ પંચલાઈ, રેમન્‍ડ, વલસાડ પોલીસ, પારડી પોલીસ સ્‍ટેશન, જીસીઆઈ પારડી, દામજી ખીમજી પરિવાર પારડી, પારડી ઈન્‍ડસ્‍ટ્રીઝ, બ્રહ્મ સમાજ, ઈમર્જન્‍સી ગ્રુપ, જીવદયા ગ્રુપ પારડી, જેનિસ ડોક્‍ટર હાઉસ, પારડી હોસ્‍પિટલ, સુન્ની મુસ્‍લિમ જામા મસ્‍જિદ વારોલી, કંસારા યુથ ક્‍લબ પારડી, દમણીઝાપા પ્રજાપતિ મંડળ પારડી, એવીનદેસાઈ પરિવાર પારડી, સીએચસી પારડી જેવી અનેક સંસ્‍થાઓને પણ એવોર્ડ આપી સન્‍માનવામાં આવ્‍યા હતા.
લોકોમાં લોહી આપવાની જાગૃતતા વધે અને લોકો સામેથી અનેક પ્રસંગોએ લોહી આપવા તૈયાર થાય એ માટે પોતાના જન્‍મદિવસે લોહી આપી જન્‍મદિવસ યાદગાર બનાવવો. આ ઉપરાંત સગાઈના દિવસે, લગ્ન પ્રસંગે અને બેસણા જેવા પ્રસંગે પણ બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખી લોકોમાં લોહી આપવા માટેની જાગૃતતા લાવી શકાય હોવાની અપીલ પણ કરવામાં આવી હતી.
પારડી ખાતેનું ચિંતન સંઘાણીયાના માર્ગદર્શન હેઠળ ચાલતું ઈમરજન્‍સી વોટ્‍સએપ ગ્રુપમાં 250 થી વધુ યુવાનો જોડાયેલા છે. આ તમામ યુવાનોના બ્‍લડ ગ્રુપ તથા કોણે કયારે બ્‍લડ ડોનેટ કર્યું એની જાણકારી ચિંતન સંઘાડીયાને યાદ હોય ઈમરજન્‍સીમાં કોઈપણ ગ્રુપના લોહી માટે ફોન આવતા તાત્‍કાલિક તેઓ તે ગ્રુપમાં યુવાનને જેતે સ્‍થળે લોહી આપવા પહોંચાડે છે. અને આ ગ્રુપ હવે શહેર કે જિલ્લા પૂરતું નહીં પરંતુ અન્‍ય રાજ્‍યમાં પણ ફેલાયેલું હોય કોઈપણ જરૂરિયાતમંદને ટૂંકા ગાળામાં બ્‍લડ મળી રહે છે.
આજના આ સન્‍માન સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે બી. કે. દાયમા, ડોક્‍ટર મુફતી, દિનેશ સાકરીયા, ડોક્‍ટર કુરેશી, દિનેશ શાહ, ચેતન ચાપાનેરી, અશોક ક્રિશ્નાની, કુષ સાકરીયા,રાજેશ પટેલ, અલી અન્‍સારી તથા અનેક બ્‍લડ ડોનરો બ્‍લડ ડોનેશન કેમ કરતી સંસ્‍થાઓ અને અન્‍ય મહાનુભાવો આ સન્‍માન સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment