Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: ઉમરગામ તાલુકા માટે આજનો શક્‍તિની આરાધના પર્વનો પ્રથમ દિવસ શુકનિયાળ સાબિત થયો છે. રાજ્‍યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉમરગામ તાલુકામાં નિર્માણ થનારા ત્રણ કામોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. પ્રથમ ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે જોગમેડી ડુંગર ઉપર નિર્માણ થનાર જોગમેડી માતાનું મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ભક્‍તિ અને આસ્‍થાનું કેન્‍દ્ર બનેલ સ્‍થળે જોગમેડી માતાનું રૂા.1.5 કરોડના ખર્ચે ભવ્‍ય મંદિર અને હોલનું નિર્માણકરવામાં આવશે. આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આ મંદિર માટે સરકારશ્રીના યાત્રાધામ બોર્ડ તરફથી આર્થિક સહાય અપાવવાની ખાતરી આપી હતી. જોગમેડી માતાના મંદિર માટે ટ્રસ્‍ટના પ્રમુખશ્રી ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહ્યી છે.
આ ઉપરાંત નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રૂા. 4.4 કરોડના ખર્ચે નિર્માણ થનારી મામલતદાર કચેરી ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉમરગામ કોસ્‍ટલ હાઈવે જૂની પાલિકાની કચેરીની બાજુમાં નિર્માણ થનારી મામલતદાર કચેરીના નવા મકાન બે ફલોરનું હશે. જેમાં જનસેવા કેન્‍દ્ર, ઈ-ધારા તેમજ કોન્‍ફરન્‍સ રૂમની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે. આ કચેરીના નિર્માણ બાદ ઉમરગામ તાલુકા વાસીઓની સુવિધામાં વધારો થવાની મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આશા વ્‍યક્‍ત કરી હતી. અને છેલ્લું ખાતમુહૂર્ત ઉમરગામ જીઆઈડીસી 52 હેક્‍ટર વિસ્‍તારમાં નિર્માણ થનાર હોસ્‍પિટલ પ્રોજેક્‍ટનું કરવામાં આવ્‍યું હતું. ઉમરગામ જીઆઈડીસી અને આજુબાજુના વિસ્‍તાર માટે ઉપયોગ થનારી હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ માટે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી અને એમની ટીમની પ્રશંસા સાથે શુભકામના પાઠવી હતી. અને રાજ્‍ય સરકાર પાસેથી સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. રૂપિયા35 કરોડના ખર્ચે નિર્માણ થનારી હોસ્‍પિટલ 7000 સ્‍ક્‍વેર મીટરનું બાંધકામ રહેશે. જેમાં 75 બેડની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ડોમ્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક શ્રી સંતોષભાઈ રવેશિયા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, બાઝ કન્‍સ્‍ટ્રક્‍શનના માલિક શ્રી બજરંગભાઈ ભરવાડ, સ્‍કાય પ્રિન્‍ટ પેક કંપનીના માલિક શ્રી અજયભાઈ શાહ, આ ઉપરાંત સીટીઝન અમરેલા, સર્કલીફ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને જવાહરભાઈ પુરોહિત સહિતના ઉદ્યોગકારોએ સહયોગની રાશી જાહેર કરી યુઆઇના પ્રમુખશ્રી શ્રી જીગ્નેશભાઈ બારી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂપિયા 11 લાખનો ચેક એડવાન્‍સ પેટે આપવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે વાપી અને ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખશ્રી યોગેશભાઈ કાબરીયા, સમાજસેવી અને શૈક્ષણિક સંસ્‍થા સાથે સંકળાયેલ ઉદ્યોગપતિ શ્રી મિલનભાઈ દેસાઈ, ઉમરગામ પાલિકાના પ્રથમ પ્રમુખ અને અગ્રણી શ્રી સચિનભાઈ માછી, ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ પઢિયાર, ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સેક્રેટરી નીરજભાઈ પુઠાવાલા વગેરે ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

Leave a Comment