(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ દત્તધામ મંદિરની સામેના બંધ ઘરના ઓટલા ઉપર કોઈ અજાણ્યો વ્યક્તિ ગાદલો નાખીને સુતો હતો. જેને આજુબાજુના લોકોએ જોયા બાદ ચેક કરતા મૃત અવસ્થામાં હોવાનું માલૂમ થતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ આવી અને આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ આ યુવાન અંગે કોઈ જ જાણકારી નહીં મળતાં એની લાશને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી છે. સેલવાસ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ યુવાન અંગે કોઈને કોઈપણ જાતની જાણકારી મળે તો સેલવાસ પોલીસનો સંપર્ક કરવો.