January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
દાદરા નગર હવેલીના રખોલી ગામે લાઈવ ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ બતાવવામાં આવ્‍યું હતું. જેમા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, દેશનુ આયુર્વેદ ઉત્‍પાદન આખા વિશ્વમાં પોતાનું સ્‍થાન બનાવી રહ્યુ છે. 400 કરોડના નિર્યાત અંગે પણ મોદીએ વિશેષ ધ્‍યાન આકર્ષિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રદેશના કેટલાક ઉત્‍પાદનોને દુનિયાની મોટી માર્કેટામાં હાલમા ંજોવા મળે એના માટે ખુશી વ્‍યક્‍ત કરી સાથે એમણે જણાવ્‍યું હતું કે, આ કાર્યને આગળ વધારવાનુ છે.
દાનહના રખોલી ગામે આ કાર્યક્રમનું સીધુ પ્રસાર બતાવ્‍યુ હતુ. દાનહ અને દમણ-દીવ ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે જે દેશને સ્‍વચ્‍છતાથી સ્‍વાસ્‍થ્‍ય સુધી, સાથે વોકલ ફોર લોકલ જેવી વાતો હાલમાં બધે જ જોવા મળી રહી છે. આજ આપણા પુરાતત્‍વ આયુષ યોજનાનેઅમલમા લાવી રહ્યા છે અને આ યોજનાને વિશ્વભરમાં ઘણી પ્રસિદ્ધિ મળી રહી છે. સાથે સાથે એના ઉત્‍પાદનની માંગ વધી રહી છે. આત્‍મનિર્ભર બની લોકો એનુ ઉત્‍પાદન કરી વિશ્વભરમા વેચી રહ્યા છે.
મનકી બાત લાઈવ કાર્યક્રમનું આયોજન રખોલી મંડળના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઠક્કરે કર્યું હતું. એમણે જણાવ્‍યં હતું કે આપણા વિસ્‍તારમાં વધુમાં વધુ નાના મોટા ઉદ્યોગો છે. આ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો દેશના વિવિધ રાજયોમાથી આવે છે અને પોતાનો રોજગાર મેળવે છે.
આ અવસરે મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, સેલવાસ જિલ્લા પ્રમુખ શ્રી આશિષ ઠક્કર, શ્રી અલ્‍તાફ ખુટલીવાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને રખોલી મંડળના કાર્યકર્તા અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment