June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.18: નવસારી ગ્રીડ સ્‍થિત ફન સીટી હોટેલ ખાતે તારીખ 17 ઓક્‍ટોબર મંગળવારે ગુજરાતમાં નામના મેળવનાર ‘જીટો’ નામની જૈન સંસ્‍થાની લેડીઝ વિંગની સ્‍થાપના તેમજ શપથવિધિ કાર્યક્રમનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અધ્‍યક્ષ રીંકલ શાહ, ઉપાધ્‍યક્ષ રીના શાહ અને અનુપમા શાહ, ચીફ સેક્રેટરી નમિતા સાવલા, જોઈન્‍ટ સેક્રેટરી શિલ્‍પા બોહરા અને પંકજ છાજેડ તેમજ ખજાનચી દ્રષ્ટિ શાહની કમિટી મેમ્‍બર્સ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સંસ્‍થા સેવા, શિક્ષણ અને ઈકોનોમિક ક્ષેત્રે કાર્યો કરે છે. સેમિનારમાં ઝાયકા વાનગી સ્‍પર્ધાનું પણ અયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ શહેરો ગાંધીધામ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, બારડોલી, વાપી તેમજ નવસારીની જૈન મહિલાઓએ ભાગ લીધો હતો.વાનગી સ્‍પર્ધાના જજ દીપલ શાહ, વિરાજ નાયક, અરુંધતી દેસાઈ રહ્યાં હતાં. વાનગી સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંકે પ્રીતિ શાહ, બીજા ક્રમાંકે ઈન્‍દુ જૈન તેમજ ત્રીજા ક્રમાંકે નવસારીના સીમા જૈન રહ્યાં હતાં. વિજેતાઓને પુરસ્‍કાર અને ઈનામો આપી સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધારવામાં આવ્‍યો હતો.

Related posts

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

‘‘દુષ્‍કર્મના હત્‍યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્‍ડલ માર્ચ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

Leave a Comment