January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામ સ્‍વરાજને મળી રહેલી નવી દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ જિલ્લાના કેટલાક પંચાયત ભવનોના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત વિધિ દરમિયાન સરપંચ શ્રી મુકેશ ગોસાવીની ઉપસ્‍થિતિમાં આજે સંપન્ન કરવામાં આવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્‍યા પ્રમાણે યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના બાંધકામની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. નવા અદ્યતન પંચાયત ભવનમાં ગામના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે પ્રકારની તકેદારી લેવામાં આવી છે. નવું ભવન ખુબ જ વહેલી તકે પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ પણ તેમણે પ્રગટ કર્યો હતો. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દેશના યશસ્‍વીપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ગ્રામ સ્‍વરાજ માટે કરવામાં આવી રહેલા ભગિરથ કાર્યો બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડાના આગેવાન શ્રી ફકીરભાઈ પટેલ, પટલારાના આગેવાન શ્રી સુભાષભાઈ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના શ્રી રવુભાઈ બારી, શ્રીમતી દીપિકાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

મહિલાઓ સંચાલિત પરવાસા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં દૂધના ઓછા ભાવ, ફેટ અને માપને લઈ નારાજ સભાસદોએ દૂધ ઢોળી નોંધાવેલો વિરોધ

vartmanpravah

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

Leave a Comment