Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

ભૂતકાળમાં લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલીટિકલ સાયન્‍સમાં વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરે અભ્‍યાસ કર્યો હતો, ત્‍યારે આજે દાનહના ભીમરાની દિકરીઓને પણ મળેલી અણમોલ તક
કુ.પ્રિયા અને કુ. પ્રિયંકાએ દાનહના શિક્ષણના ઈતિહાસમાં મેળવેલી સોનેરી સિદ્ધીઃ પ્રદેશ સહિત દેશના તમામ આદિવાસીઓ માટે દિશા-દર્શક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલના પૂર્વ આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની જોડિયા દિકરીઓ કુ.પ્રિયા ભીમરા અને કુ. પ્રિયંકા ભીમરાને લંડન સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સ (એલએસઈ)થી માસ્‍ટર્સ ડીગ્રીની લાયકાત મેળવી છે.
ડિપાર્ટમેન્‍ટ ઓફ ઈન્‍ટરનેશનલ ડેવલપમેન્‍ટથી એમ.એસસી. ડેવલપમેન્‍ટ સ્‍ટડીઝનો અભ્‍યાસ કરનારી કુ. પ્રિયા ભીમરાએ મેરિટ ગુણની સાથે માસ્‍ટર ડીગ્રી પણ પૂર્ણ કરી છે. જ્‍યારે કુ. પ્રિયંકા ભીમરાએ ડિપાર્ટમેન્‍ટઓફ જીઓગ્રાફી એન્‍ડ એન્‍વાયરોન્‍મેન્‍ટથી એમ.એસસી. લોકર ઈકોનોમિક ડેવલપમેન્‍ટનો અભ્‍યાસ ડિસ્‍ટીંક્‍શન ગુણાંક સાથે સ્‍નાતક પૂર્ણ કર્યું છે.
ભીમરા બહેનોને લંડનમાં એક વર્ષના એમ.એસસી.ના અભ્‍યાસક્રમ માટે સપ્‍ટેમ્‍બર, 2021માં લંડન સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાં પ્રવેશ મળ્‍યો હતો અને ઓગસ્‍ટ, 2022માં તેમણે કોર્સ પૂર્ણ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીએ પણ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી માસ્‍ટર ડીગ્રી માટે નોંધણી કરાવી હતી અને વર્ષ 1920માં થીસિસ આપીને પોતાની પી.એચડી.ની ડીગ્રી મેળવી હતી. એલએસઈને તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. આંબેડકર ઉપર ખુબ જ ગર્વ છે અને એલએસસીએ 2016માં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્‍મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરી હતી.
કુ.પ્રિયા અને કુ.પ્રિયંકા ભીમરાએ પણ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાંથી એક માત્ર આદિવાસી મહિલા વિદ્યાર્થીઓના રૂપમાં એવી પ્રતિષ્‍ઠિત યુનિવર્સિટીમાંથી સ્‍નાતક થવાની તક ઝડપી છે. બંને બહેનોએ 2015માં સિમ્‍બાયોસિસ કોલેજ ઓફ આર્ટ્‌સ અને કોમર્સ પુણેથી બી.એ.(ઈકોનોમિક્‍સ)ની ડીગ્રી ડિસ્‍ટિંક્‍શન સાથે મેળવી હતી. સિમ્‍બાયોસિસ કોલેજમાં અભ્‍યાસ કરતા કુ. પ્રિયાભીખુ ભીમરાએ ત્રણેય વર્ષ પ્રથમ ક્રમ મેળવ્‍યો અને પ્રિયંકા ભીખુ ભીમરાએ બીજો ક્રમ મેળવ્‍યો હતો.
પુણેમાં કૉલેજના દિવસો દરમિયાન, બંને બહેનો શૈક્ષણિક ક્ષેત્રે ઉત્‍કળષ્ટ હતી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં અને અભ્‍યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સક્રિય હતી. આ માટે બંને બહેનોને સિમ્‍બાયોસિસ કોલેજ તરફથી ‘બેસ્‍ટ આઉટ ગોઇંગ આર્ટસ સ્‍ટુડન્‍ટ’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. તેમનું તાાતક પૂર્ણ કર્યા પછી, તેઓએ શ્‍ભ્‍લ્‍ઘ્‍નો અભ્‍યાસ કર્યો કારણ કે બહેનો 2021માં ન્‍લ્‍ચ્‍માં અરજી કરતા પહેલા વહીવટમાં કામ કરવા ઈચ્‍છતી હતી. ન્‍લ્‍ચ્‍ ખાતે તેમના વિવિધ અભ્‍યાસક્રમોનો અભ્‍યાસ કરવા સાથે, પ્રિયા અને પ્રિયંકા ભીમરાને ન્‍લ્‍ચ્‍ દ્વારા વિદ્યાર્થીઓ તરીકે પાર્ટ-ટાઈમ કામ કરવા માટે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેઓ ન્‍લ્‍ચ્‍ માટે પ્રમોશનલ અને માહિતીપ્રદ વીડિયો બનાવતા કન્‍ટેન્‍ટ સર્જકો બન્‍યા હતા.
બહેનો દ્વારા બનાવવામાં આવેલ વિડીયો ન્‍લ્‍ચ્‍ની અધિકળત ળ્‍ંયવ્‍યણુફૂ અને ત્‍ઁતર્દ્દીશ્વિર્ંીળ ચેનલો પર પ્રકાશિત કરવામાં આવે છે. ન્‍લ્‍ચ્‍એ તેમના ત્‍ઁતર્દ્દીશ્વિર્ંીળ અને વ્‍શત્ત્વ્‍ંત્ત્ રીલ્‍સ પર ભીમરા બહેનોના ગ્રેજ્‍યુએશનની સત્તાવાર રીતે ઉજવણી કરી છે. ભીમરા બહેનો આ પ્રદેશમાં તેમની ળ્‍ંયવ્‍યણુફૂ ચેનલ ક્‍ષ્ટશ્વશર્ક્કીષ્ટશ્વશર્ક્કીઁત્તર્્ીણુત્ર્શળર્શ્વી માટે પણ જાણીતી છે, જ્‍યાંતેઓ સકારાત્‍મક અને માહિતીપ્રદ વીડિયો બનાવે છે, જેમાં તેમની ન્‍લ્‍ચ્‍ યાત્રા હકારાત્‍મકતા અને પ્રેરણા ફેલાવે છે. વધુમાં, તેઓ અન્‍ય રસ ધરાવતા ઉમેદવારોને લાભ આપવા માટે તેમના શિક્ષણ જ્ઞાન અને અનુભવને શેર કરે છે. કુ. પ્રિયા ભીખુ ભીમરાએ પણ એલએસઈમાં અભ્‍યાસ કરતી વખતે એસેન્‍ડન્‍સમાં પરફોર્મ કર્યું હતું, જ્‍યાં તેણે લેન્‍ટ ટર્મ ડાન્‍સ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો, અને કુ. પ્રિયંકા ભીખુ ભીમરાએ માર્કેટિંગ કો-ઓર્ડિનેટર તરીકે તેના કોર્સ સ્‍થાનિક આર્થિક વિકાસ માટે એક મંચના આયોજનમાં ભાગ લીધો હતો. તેણીની ડિગ્રી પર ડિસ્‍ટિંક્‍શનના એકંદર પુરસ્‍કાર સાથે, કુ. પ્રિયંકા ભીખુ ભીમરાને સંશોધન વ્‍યવસ્‍થાપ માટે ‘ડિસ્‍ટિંક્‍શન’થી પણ સન્‍માનિત કરાયા હતા જેનો વિષય હતો ‘સ્‍થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે સુષુપ્ત માનવ સંસાધન વિકસાવવામાં સામાજિક પહેલની ભૂમિકા’.
ભીમરા બહેનો તેમના સફળતાનો તમામ શ્રેય તેમના પરિવારને આપે છે. કારણ કે, આ કઠીન પરિશ્રમ કરવા પાછળ તેમના પરિવારે હંમેશા સહયોગ આપ્‍યો હતો. ભીમરા પરિવાર વિકાસની દિશામાં શિક્ષણને અગ્રતા આપવા માટે તેમના ઉત્‍સાહી પ્રયાસ માટે આદિવાસી સમુદાય માટે એક પ્રેરણા છે.

Related posts

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

vartmanpravah

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

Leave a Comment