Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

39 પૈકી 29 ગામમાં અમલીકરણ થતા 698.728 ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરાયો નિકાલ

ડોર ટુ ડોર કલેક્‍શન, સેગ્રીગેશન, સફાઈ કામદારોને તાલીમ અને દર 3 માસે કામગીરીની કરાઈ છે સમીક્ષા

ખેડૂતોને બજારમાં 50 રૂપિયે કિલો મળતું વર્મી કમ્‍પોસ્‍ટ ખાતર માત્ર 5 થી 10 રૂપિયામાં અપાય છે

કાપડના કચરાને રિસાયકલ કરી ગાદલા અને ગોદડી બનાવી જરૂરીયાતમંદોને કરાઈ છે નિઃશુલ્‍ક વિતરણ

(સંકલનઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: મહાત્‍મા ગાંધીજીના મુલ્‍યોને ચરિતાર્થ કરવા સ્‍વચ્‍છતા અભિયાનને ભારતના જન-જનનો ભાગ બનાવનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંકલ્‍પોને ગુજરાતના છેવાડાનો વલસાડ જિલ્લો ખરા અર્થમાં સાકાર કરી રહ્યો છે. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન જન આંદોલન બનતા જિલ્લાના પ્રવાસન સ્‍થળો ધરાવતા ગામડા અને હાઈવેને અડીને આવેલા ગામડા સ્‍વચ્‍છતાની મિશાલ બને તેવા શુભ આશય સાથે ઘન કચરાના વ્‍યવસ્‍થાપન માટે 39 ગ્રામ પંચાયત, સ્‍વચ્‍છ ભારત મિશન અને અતુલ ફાઉન્‍ડેશન વચ્‍ચે એમઓયુ કરવામાં આવ્‍યા છે.જેમાંથી 29 ગામમાં દૈનિક સફાઈ અભિયાન શરૂ કરી 698.728 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્‍યો છે. કચરાનો યોગ્‍ય ઢબે નિકાલ થાય તે માટે ગ્રામજનોને 10565 થેલીનું પણ વિતરણ કરવામાં આવ્‍યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં શરૂ થયેલું સ્‍વચ્‍છતા અભિયાન હવે જનઆંદોલન બની ચૂકયું છે. સ્‍વચ્‍છતા થકી સમૃદ્ધિનો ઉજાસ ગામે ગામ પથરાય રહ્યો છે. ત્‍યારે અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 39 ગામડાઓમાં મોટા પાયે શરૂ કરાયેલું સ્‍વચ્‍છતા હી સેવા મિશન અંગે અતુલ ફાઉન્‍ડેશનના વેસ્‍ટ મેનેજમેન્‍ટના ઓફિસર ધવલ ચુડાસમાએ જણાવ્‍યું કે, સ્‍વચ્‍છતા એ આપણી નૈતિક ફરજ છે. જેથી વિકેન્‍દ્રિત કચરો વ્‍યવસ્‍થાપન, સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ પ્રોજેક્‍ટ હેઠળ ગામડાઓમાં સ્‍વચ્‍છતાની જ્‍યોત હંમેશા ઝળહળતી રહે તે માટે ગામમાં ડોર ટુ ડોર કલેક્‍શન, સેગ્રીગેશન તેમજ સફાઈ સાથે જોડાયેલા કામદારો અને સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે તે માટે તાલીમબધ્‍ધ કરવા અને ગ્રામજનોને જાગૃત કરવા વિવિધ પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિ માટે એમઓયુ કરાયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિમાયેલા પ્રતિનિધિની અધ્‍યક્ષતામાં દર 3 માસે કામગીરીનીસમીક્ષા થાય છે. અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 2000 સુધીની વસ્‍તી ધરાવતા ગામોમાં પાંચ અને 2000થી વધુ વસ્‍તી ધરાવતા ગામોમાં 8 ડસ્‍ટબીન અને ડોર ટુ ડોર કલેકશન માટે અત્‍યાર સુધીમાં 7 ગામોમાં 9 ટ્રાયસિકલ અને ઈ-વાહન પણ આપવામાં આવ્‍યા છે.
બ્‍લ્‍યુ, ગ્રીન અને રેડ કચરાપેટીમાં રોજે રોજ સૂકો, ભીનો અને હાનિકારક કચરો એકત્રિત કરી તેને સેગ્રીગેશન શેડમાં લાવી ત્‍યાં 17 કેટેગરીમાં વર્ગીકરણ કરી યોગ્‍ય ઢબે નિકાલ કરાય છે. આ સિવાય મહિને એક વાર ઈ-વેસ્‍ટ પણ કલેકટ કરવામાં આવે છે. કચરામાંથી વિવિધ પ્રોસેસ બાદ 40 દિવસમાં વર્મી કમ્‍પોસ્‍ટ ખાતર બનાવવામાં આવે છે. જે ખાતર બજારમાં 50 રૂપિયે કિલો મળતું હોય છે તે અહીં માત્ર 5 થી 10 રૂપિયામાં મળે છે. જેથી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળી જમીન અને પર્યાવરણની જાળવણી કરવાનો હેતુ પણ સાર્થક થાય છે. આ સિવાય અમુક કચરો જેમકે કાપડ હોય તો તેને રિ-સાયકલ કરવું મુશ્‍કેલ હોય છે તો તેને ડેટોલથી ધોઈને પ્રોસેસ કરી તેમાંથી ગાદલા અને ગોદડી બનાવી ગરીબ તેમજ જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આમ અનેકવિધ નવીનતમ પહેલ સાથે અતુલ ફાઉન્‍ડેશનના સહયોગથી ગુજરાત સરકારના સ્‍વચ્‍છતા હી સેવા અભિયાનની ગુંજ ગામે ગામ પહોંચી રહી છે.

નવી પહેલઃરસ્‍તે કચરો વીણતા લોકો પાસેથી કચરો એકત્ર કરીને તેઓને મહિને રૂા. 13,230 વેતન અપાઈ છે

ઘણીવાર આપણે જોતા હોય છે કે, કેટલાક લોકો રસ્‍તા પર કચરો વીણતા હોય છે. આ લોકો એક રીતે સફાઈ કામગીરી કરતા હોય છે. આવા લોકોને પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ પ્રોજેક્‍ટ હેઠળ અતુલ ફાઉન્‍ડેશને ભેગા કરી જાહેર રસ્‍તા કે રહેણાંક વિસ્‍તારોમાંથી તેઓએ વીણેલો કચરો એકત્ર કરી તેના બદલામાં લઘુત્તમ વેતન દર હેઠળ તેઓને રોજના રૂા. 441 ચૂકવવામાં આવે છે. આ પ્રોજેક્‍ટથી કચરાનું સૂક્ષ્મ વિભાજન અને રેગ પીકર્સની કુશળતાપૂર્વક કામ કરવાની ક્ષમતા પણ વધે છે. તેઓને રોજગારી મળવાથી આજીવિકા અને જીવન ગુણવત્તામાં સુધારો થતા સામાજિક અને આર્થિક ઉત્‍થાન પણ થઈ રહ્યું છે. અત્‍યાર સુધીમાં પારનેરા ડુંગર અને અતુલ હાઈવે પર મુકુંદથી વશીયર સુધીના વિસ્‍તારમાં કચરા વીણતા 11 લોકોને આ પ્રોજેક્‍ટ હેઠળ આવરી લેવાયા છે.

ગામ તો સ્‍વચ્‍છ થાય જ છે સાથે પંચાયતને આવક પણ મળે છેઃ ઉપસરપંચ દર્શલ દેસાઈ

અતુલ ગામના ઉપસરપંચ દર્શલભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, ઘન કચરાના નિકાલ માટે અતુલ ફાઉન્‍ડેશન સાથે એમઓયુ થયા બાદ ઘન કચરાના નિકાલ માટે અતુલ ગ્રામ પંચાયતની હદમાં 3844 વસ્‍તીના 800જેટલા ઘરોને આવરી લઈ 18 સફાઈ કામદારો રોજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે. આ ઘન કચરાના નિકાલથી ગામ તો સ્‍વચ્‍છ રહે જ છે પરંતુ સાથે સાથે ગ્રામ પંચાયતને દર મહિને રૂા. 2500 થી રૂા. 3000 સુધીની આવક પણ મળી રહે છે. તો સૌને વિનંતી કે, આવો, આપણે સૌ સ્‍વચ્‍છતા હી સેવા અભિયાનમાં જોડાઈએ અને ‘સ્‍વચ્‍છ ગુજરાતથી સ્‍વચ્‍છ ભારત’ની સંકલ્‍પના ચરિતાર્થ કરીએ.

Related posts

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

Leave a Comment