December 1, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

મોટાપોંઢાના સરપંચ રણજીત પટેલે દરખાસ્‍ત રાખતા માંડવાનાસરપંચ સોમાભાઈએ ટેકો આપ્‍યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
કપરાડા તાલુકા સરપંચ સંઘની આજે ગુરૂવારે કોમ્‍યુનિટી હોલમાં યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે સરપંચ સંઘના પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ આજે કપરાડા કોમ્‍યુનિટી હોલમાં યોજાઈ હતી. જેમાં સમસ્‍ત તાલુકાના સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા. મિટીંગમાં પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશભાઈ પટેલની વરણી કરવાની દરખાસ્‍ત મોટાપોંઢાના સરપંચ રણજીતભાઈ પટેલએ રજૂ કરી હતી. જેને માંડવાના સરપંચ સોમાભાઈ ધનારીયાએ ટેકો જાહેર કરતા સરપંચ સંઘના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મુકેશભાઈ પટેલ કપરાડા એ.પી.એમ.સી.ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. આજે વધુ એક જવાબદારી કપરાડા તા.સરપંચ સંઘના પ્રમુખ તરીકે ઉપાડશે. તમામ ઉપસ્‍થિત સરપંચોએ મુકેશભાઈને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

Leave a Comment