January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.20: ચીખલી નજીકના સાદકપોર ગોલવાડ પાસે ચીખલી ખેરગામ માર્ગ પરથી ફડવેલ-ઉમરકુઈ માર્ગ પસાર થાય છે અને ચીખલી ખેરગામ માર્ગ કે જે ધરપમુર થી મહારાષ્‍ટ્રને પણ જોડતો હોય ટ્રાફિક થી ધમધમતો રહે છે. આ દરમ્‍યાન આજે સવારે મળસ્‍કે ચારેક વાગ્‍યાના અરસામાં નાસિક થી શેરડી ભરીને વડોદરા તરફ જતો આઈસર ટેમ્‍પો નં. જીજે-31-ટી-8858 પલ્‍ટી ગયો હતો. જોકે કોઈ જાનહાનીના સમાચાર મળ્‍યા ન હતા. પરંતુ ટેમ્‍પાને મોટું નુકસાન થવા પામ્‍યું હતું.
સાદકપોર-ગોલવાડ ત્રણ રસ્‍તાના જંકશન પાસે સામેથી આવતી કારને બચાવવા જતા ટેમ્‍પા ચાલકે સ્‍ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળ્‍યું હતું.
સાદકપોર-ગોલવાડ પાસે ચીખલી ખેરગામ માર્ગ પરથી ફડવેલ ઉમરકુઈ માર્ગ પસાર થાય છે.ત્‍યારે આ ત્રણ રસ્‍તાના જંકશન પાસે અવાર નવાર નાના મોટા અકસ્‍માતો સર્જાતા રહે છે.ત્‍યારે આ સમસ્‍યાના નિવારણ માટે ટ્રાફિક આઇલેન્‍ડ (સર્કલ)ના નિર્માણની માંગ ઉઠવા પામી છે. ત્‍યારે માર્ગ મકાન વિભાગ દ્વારા આ ત્રણ રસ્‍તા પાસે ટ્રાફિક આઈલેન્‍ડના નિર્માણ માટેનું આયોજન હાથ ધરવામાં આવે તેવી લાગણી આમજનતામાં જોવા મળી રહી છે.

Related posts

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

vartmanpravah

Leave a Comment