February 4, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

  • વલસાડ અને ઉમરગામ તાલુકાના 2 મૃતકના પરિવારને રૂ. 4-4 લાખની સહાય ચૂકવાઈ
  • જિલ્લાના 2651 કુટંબને રૂ. 1 કરોડની ઘરવખરીની સહાય સીધી બેંક ખાતામાં જમા કરાઈ
  • વલસાડ તાલુકામાં 9 ટીમ બનાવી રાત દિવસ સર્વે કરી માત્ર 3 દિવસમાં જ સહાય અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 21: ગત તા. 10 અને 11 જુલાઈના રોજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં ખાના ખરાબી સર્જાતા અનેક લોકોના ઘરોને તેમજ ઘરવખરીને નુકસાન થયું હતું. આ વિકટ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દિવસ રાત અસરગ્રસ્તોના પડખે રહી તેઓને જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. સાથે જ તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી પણ હાથ ધરાતા અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, કેશડોલ, મકાનને નુકસાન અને ઈજા થવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1,19,12,605ની સહાય ચૂકવી દેવામાં આવી છે. જોકે જિલ્લામાં ઔરંગા નદીમાં પુરના કારણે સૌથી વધુ નુકસાન વલસાડ તાલુકામાં થતા રૂ. 1,04,90,980ની સહાય અસરગ્રસ્તોને ચૂકવી દેવાઈ છે.
ભારે વરસાદ અને પુરના કારણે જિલ્લાના વલસાડ તાલુકામાં 1, ઉમરગામમાં 1 અને ધરમપુર તાલુકામાં 1 મળી કુલ 3 મૃત્યુ થયા હતા. જે પૈકી 2 મૃતકના પરિવારને રૂ. 8 લાખની સહાય ચૂકવી દેવાઈ છે. જિલ્લામાં કુલ 2651 કુટંબોને રૂ. 1,00,20,000ની ઘરવખરીની સહાય ચુકવાઈ છે. જિલ્લામાં 1034 વ્યક્તિને રૂ. 1,87,760 કેશડોલ સીધા બેંક ખાતમાં જમા કરાયું છે. જ્યારે મકાન નુકસાનીમાં કુલ 206 પૈકી 131 ઘરના માલિકને રૂ. 9,00,545ની સહાય ચૂકવાઈ છે. જ્યારે માનવ ઈજામાં ઉમરગામના એક વ્યકિતને રૂ. 4300ની સહાય ચૂકવી દેવાઈ છે.
હવે વાત કરીએ સૌથી અસરગ્રસ્ત વલસાડ તાલુકાની તો ઔરંગા અને પાર નદીમાં પુર આવતા વલસાડ તાલુકાના નદી કાંઠાના ગામો જેવા કે, ભાગડાખૂર્દ, ભદેલી જગાલાલા, ભદેલી દેસાઈપાર્ટી, લીલાપોર, વેજલપોર, પારડી સાંઢપોર, કોસંબા, ભાગડાવડા, ધમડાચી,કકવાડી,દાંતી અને કાંજણરણછોડ સહિતના 26 અસરગ્રસ્ત ગામોમાં ભારે તબાહી સર્જાઈ હતી. પરંતુ આ વિપદામાં વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ લોકોના સ્થળાંતરથી માંડીને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તમામ અસરગ્રસ્તોને રહેવાની અને જમવાની વ્યવસ્થા પુરી પાડી હતી. પુરના પાણી ઓસર્યા બાદ વલસાડ તાલુકા પંચાયત દ્વારા 9 ટીમ બનાવી અસરગ્રસ્તોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વે પૂર્ણ થતા સર્વે મુજબ વલસાડ તાલુકાના 2754 કુટુંબોને રૂ.1,15,00,000ની સહાય તાત્કાલિક ચૂકવવામાં આવનાર છે. જેમાંથી રૂ.1,04,90,980ની સહાય અત્યાર સુધીમાં ચૂકવી દેવાઈ છે.
વલસાડ તાલુકામાં પુરના કારણે ઘરોમાં પાણી ભરાતા 42 ઘરોને નુકસાન થયું હતું. જે પૈકી 14 ઘરને માત્ર 3 જ દિવસમાં રૂ. 58,900ની સહાય સીધી બેંક ખાતમાં જમા કરી દેવાઈ છે. બાકીનાને હવે ચૂકવવામાં આવશે. પુર અસરગ્રસ્તોનું જીવન પહેલાની જેમ ફરી ધબકતુ થાય તે માટે સરકારશ્રી તરફથી આપવામાં આવતી સહાય તેઓને તાત્કાલિક મળી રહે તે માટે વલસાડ તાલુકાના 26 ગામો પૈકી પ્રથમ 23 ગામોના કુલ 1416 કુટંબોને રૂ. 53,81,000ની સહાય માત્ર ત્રણ જ દિવસમાં તેઓના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. જેમાં ઘર વખરી સહાય માટે પ્રતિ કુટુંબ દીઠ રૂ. 2000 અને કપડા સહાય માટે પ્રતિ કુટંબ દીઠ રૂ. 1800ની સહાય અપાઈ હતી. વલસાડ તાલુકાના 510 ગ્રામજનોને તાત્કાલિક રૂ. 93,000ની નાણાકીય સહાય (કેશડોલ) માત્ર 2 દિવસમાં લાભાર્થીઓના બેંક ખાતમાં જમા કરી દેવામાં આવી હતી.
પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સફાઈ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હવે મહદઅંશે પુરી કરવામાં આવી છે. જેથી પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ હવે જન જીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે.

Related posts

વાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્‍થો ભરેલી એક કાર ઝડપાઈ

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

Leave a Comment