July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી કંપનીમાં વાલ્‍વ ચોરીના મામલામાં કર્મચારીને છીરીમાં ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ

વાઈટલ હેલ્‍થ લેબોરેટરીઝના કર્મચારીએ સુનિલ સરોજે ફરિયાદ નોંધાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14
વાપી જીઆઈડીસી થર્ડફેઈઝ વિસ્‍તારમાં આવેલ વાઈટલ હેલ્‍થકેર લેબોરેટરીઝમાં ફરજ બજાવતા કર્મચારીએ વાલ્‍વની ચોરીના મામલામાં ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર વાઈટલ કંપનીમાં 9 વર્ષની મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુનિલ સરોજ વાલ્‍વની ચોરી કરી છે તેવી શંકાના આધારે મેનેજર શંકર બજાજ, સંજય ડોડીયા, લેબર કોન્‍ટ્રાક્‍ટર રાહુલ તેમજ સિક્‍યોરીટી સુપર વાઈઝરરાહુલે છીરીમાં ગોંધી રાખી સુનિલને માર માર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. કથિત સુનિલ સરોજ અને સાથી હરિમંગલ સહિતના કર્મચારીઓ વાલ્‍વ ચોરી કરતા હોવાની પુષ્‍ટી મળી છે. આ બાબતે મેનેજર સહિતના ફરિયાદમાં વર્ણવાયેલ આરોપીઓએ જણાવેલ છે અમે માર માર્યા નથી. અલબત્ત સાત-આઠ મહિનામાં કંપનીમાં રૂા. 10 હજારની કીંમતના 25 થી વધુ વાલ્‍વ ચોરાયા છે. આરોપ, પ્રતિ આરોપો બાબતે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Related posts

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી ગુલદસ્‍તો આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment