October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.18: નવસારી વિજલપોર સયાજી ચોક સ્‍થિત કચ્‍છીવાડી ઉમાભવન ખાતે પ્રાચીન ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડીજે તેમજ ઓરકેસ્‍ટ્રાના સમયમાં પ્રાચીન ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવું ઘણું જ સરાહનીય કાર્ય છે. નવસારીના અલગ અલગ સ્‍થળોની મહિલા મંડળે સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નવસારીના કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે પણ ભાગ લીધો હતો. પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં મહિલા મંડળની 19 મહિલાઓએ ભાગ લીધો હતો. દરેક સ્‍પર્ધકોએ રંગબેરંગી બાંધણીઓ પેહરી હતી તેમજ બે વડીલ મહિલા માથે ગરબો લઈ ગરબે ઘૂમ્‍યા હતા. ગરબો ગવડાવું અંબે માતનો રે લોલ ગરબે સ્‍પર્ધકો ઘૂમ્‍યા હતા. પરંપરાગત પ્રાચીન ગરબા સ્‍પર્ધાને કડવા પાટીદાર કચ્‍છી સમાજ પ્રોત્‍સાન આપવા ભેગો થયો હતો અનેમહિલા મંડળોની સરાહના કરી હતી. અખિલહિંદ મહિલા મંડળ, લાયન્‍સ ક્‍લબ તેમજ રોટરી ક્‍લબ સંસ્‍થાના આગેવાનોએ નિર્ણાયકની ભૂમિકા ભજવી પ્રોત્‍સાન આપી વધાવ્‍યા હતા તેમજ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

Leave a Comment