October 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે દીવ પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખૂખરી વેસલથી એકતા માટે દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતી નિમિત્તે રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે સવારે 7:30 કલાકે દીવ ખૂખરી વેસલથી એકતા માટે દોડનું આયોજન કરાયું હતું. જેમાં દીવ કલેકટર ભાનુ પ્રભાએ આ દોડને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. એકતામાટે દોડમાં પ્રશાસનીય અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, આઈઆરબીએન વગેરે જોડાયા હતા.
એકતા માટે દોડ ખૂખરી વેસલથી દીવ બંદર ચોક, બસ સ્‍ટેન્‍ડ સરકારી હોસ્‍પિટલ થઈ બે ઓટલી, સાંઈબાબા મંદિરથી વિજય પથ રોડ થઈ ચક્રતીર્થ બીચ ખાતે પહોંચી હતી. જ્‍યાં એકતા માટે દોડમાં વિજેતા બનેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીયને એડીએમ વિવેક કુમાર ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રા તથા કાઉન્‍સિલરોના હસ્‍તે મુમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે મહિલાઓને પ્રોત્‍સાહિત ઈનામ પણ આપવામાં આવ્‍યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્‍થિત તમામ લોકોએ એકતા માટે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ લક્ષ્મીબેન મોહન, નગરપાલિકા ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ

vartmanpravah

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

Leave a Comment