પ્રશિક્ષણ વર્ગમાં તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો તથા નગરપાલિકાના સભ્યો બે દિવસ ભાગ લેશેવલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે પ્રશિક્ષણ વર્ગની તૈયારીઓના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ આજરોજ વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે આગામી તારીખ 4/5 નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાની તમામ તાલુકા પંચાયતના સભ્યો અને વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાના સભ્યો માટે ‘‘પ્રશિક્ષણ વર્ગ”નું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓના ભાગરૂપે અગત્યની બેઠકનું આયોજન જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.
તારીખ 4 નવેમ્બરના રોજ વલસાડ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 9 થીસાંજે 6 કલાક સુધી વલસાડ જિલ્લાના તમામ તાલુકા પંચાયત સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાનાર છે. જેમાં અલગ અલગ વિષયો ઉપર વક્તાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને તારીખ 5 નવેમ્બરના રોજ ચીખલી હાઈવે ખાતે આવેલ ‘‘શ્રી દિનકર ભવન” ખાતે સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી વલસાડ જિલ્લાના તમામ નગરપાલિકાના સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તાઓ દ્વારા અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશિક્ષણ વર્ગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના તમામ મંડળના પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા મીડિયા, સોશિયલ મીડિયા, આઈ.ટી. વિભાગના કન્વીનરો હાજર રહ્યા હતા.