April 19, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

એક આરોપીની ધરપકડ: દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક મકાનમાંથી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપાયું: 400 કિલો નકલી પનીર પણ બરામદ

  • દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર હાલ મોટી દમણના નાયલા પારડી ખાતે રહેતા સીતાબેન ડી. હળપતિના લેન્‍ડલેસ પ્‍લોટ ઉપર અવૈધ કબ્‍જો કરી ભૂ-માફિયાએ ભાડે આપેલા મકાનમાં છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો હતો કારોબાર
  • ડુપ્‍લીકેટ પનીર બનાવવા માટે તેલ, દૂધનો પાઉડર તથા કેમિકલ સહિતની અન્‍ય ચીજવસ્‍તુઓનો કરાતો હતો ઉપયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના આરોગ્‍યવિભાગે નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક ઘર ઉપર છાપો મારી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપી પાડયું છે અને 400 કિલો નકલી પનીર પણ બરામદ કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી દાદરા નગર હવેલીના નરોલી-કચીગામ રોડ ઉપર લેન્‍ડલેસ આદિવાસી કે જેઓ હાલમાં મોટી દમણના નાયલા પારડી ખાતે રહે છે એવા શ્રીમતી સીતાબેન ડી. હળપતિને મળેલા પ્‍લોટ ઉપર આવેલા એક મકાનમાં પનીર સહિતની દૂધની બનાવટોના ઉત્‍પાદનનું કારખાનુ ચાલતુ હતું. આ લેન્‍ડલેસ આદિવાસીને મળેલા પ્‍લોટનો કબ્‍જો યેનકેન રીતે દાદરા નગર હવેલીના લેન્‍ડમાફિયાઓએ લઈ ત્‍યાં આ ડુપ્‍લીકેટ પનીર બનાવવા માટે મકાન સહિત જગ્‍યા આપી હતી. અહીં દરરોજ મુંબઈ પાસિંગની દૂધની ગાડીઓની પણ આવન-જાવન રહેતી હતી. પરંતુ અત્‍યાર સુધી કોઈને ભનક પણ નહીં આવી હતી કે, આ સ્‍થળે ડુપ્‍લીકેટ પનીર બનાવવામાં આવી રહ્યું છે.
દાદરા નગર હવેલી આરોગ્‍ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે સંઘપ્રદેશના આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસને છેલ્લા કેટલાક દિવસોમાં ડેરી અને પનીરની ઘણી દુકાનો કાર્યરત થઈ હોવાની માહિતી મળી હતી અને લોકોમાં ચર્ચા પણ હતી કે પનીર સસ્‍તું અને ઘણું અલગ મળી રહ્યું છે.
સંઘપ્રદેશના આરોગ્‍ય નિર્દેશકે ખાદ્ય સુરક્ષાવિભાગની અલગ અલગ ટીમો બનાવી નરોલી-કચીગામ રોડ ઉપર આવેલ એક ઘર ઉપર છાપો મારતા ત્‍યાંથી ભારે માત્રામાં પનીરનો જથ્‍થો બરામદ થયો હતો અને મળતી માહિતી પ્રમાણે દર મહિને 12000 કિલો જેટલું નકલી પનીર બનાવી આજુબાજુની માર્કેટ તથા હોટલોમાં વેચતો હતો.
આરોગ્‍ય વિભાગની ગિરફતમાં આવેલા આરોપીએ જણાવ્‍યું હતું કે, તેલ, દૂધપાઉડર તથા કેટલાક કેમિકલો અને અન્‍ય પદાર્થ નાંખી પનીર બનાવવામાં આવતું હતું. ડુપ્‍લીકેટ પનીરની સાથે એક આરોપી રામબરણ વર્મા (ઉ.વ.34)ની સાથે 400 કિલો નકલી પનીર પણ બરામદ કરાયું છે. આરોગ્‍ય વિભાગે ખાદ્ય સુરક્ષા અધિનિયમની વિવિધ કલમો અને પોલીસ વિભાગ તરફથી આઈ.પી.સી.ની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી હાલમાં રામબરણ વર્માની ધરપકડ કરવામાં આવી છે.

 

સંઘપ્રદેશમાં ફક્‍ત પનીર જ નહીં પરંતુ વિવિધ પ્રતિષ્‍ઠિત ખાદ્ય બ્રાન્‍ડોનું પણ ડુપ્‍લીકેશન થતું હોવાની રાવ

દમણ-દીવ અને દાનહના ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની જ્ઞાત આવકના સાધનો કરતા કેટલી સંપત્તિ છે તેની ચકાસણી કરાવવી સમયનો તકાજો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ડુપ્‍લીકેટ પનીર બનાવવાનું ઝડપાયેલું કારખાનુ તો ખુબનાની ઘટના હોવાનું જાણવા મળે છે. પરંતુ ઘણી જગ્‍યાએ પ્રતિષ્‍ઠિત બ્રાન્‍ડોની ખાદ્ય સામગ્રીનું વ્‍યવસ્‍થિત ડુપ્‍લીકેશન પણ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. જેની જાણકારી પણ સંબંધિત તંત્રને હોવાની શક્‍યતા નકારાતી નથી.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની પોતાની જ્ઞાત આવકના સાધન કરતા કેટલી પ્રોપર્ટી ધરાવે છે તેનો અંદાજ મેળવવામાં આવે તો આ વિભાગની અસલિયત ઉપરથી પણ પડદો હટી શકે છે. કારણ કે, અત્‍યાર સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફક્‍ત ઔપચારિકતા પુરતું ઈન્‍સ્‍પેક્‍શન અને તપાસ કરવામાં આવતી હોવાનો વ્‍યાપક મત છે. આરોગ્‍ય વિભાગના નિર્દેશક ડો. વી.કે.દાસની નિષ્‍ઠા ઉપર શંકા કરવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે, તેમની ખુલ્લી કિતાબ છે, પરંતુ તેમના હાથ નીચે અને નજર સામે ચાલી રહેલા તરકટ ઉપર નજર રાખે એ સમયની માંગ છે.

Related posts

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

Leave a Comment