Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

વિકાસ કાર્યોની બ્રેક લાગી ગઈ છે : કેટલાક કામોની કરોડોની ગ્રાન્‍ટ લોસ થવાની વકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આજકાલ વલસાડ જિલ્લામાં ગામેગામ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાઓ ચાલી રહી છે. આ યાત્રાઓમાં સરાકરી અધિકારીઓ-નેતાઓ વ્‍યસ્‍ત બની ગયા છે તેથી જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની બ્રેક લાગી છે.
આગામી લોકસભાની ચૂંટણી ઉપલક્ષીને હાલમાં ગુજરાતભરમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાઓ ચાલી રહી છે. જેનું આયોજન કરવા માટે સરકારી અધિકારીઓ જોડાયેલા છે. પરિણામે તા.પં. કે જિ.પં.ના અધિકારીઓ વિકસિત ભારત યાત્રામાં વ્‍યસ્‍ત છે. તેથી અરજદારો કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. સાહેબ હાજર નથી ના જવાબ મળી રહ્યા છે તેવી વેદના સ્‍થાનિક સરપંચો પણ ઠાલવી રહ્યા છે. આયાત્રાની વિપરિત અસર એ પણ જોવા મળી રહી છે કે જ્‍યાં ત્‍યાં ચાલતા વિકાસ કાર્યોની પણ બ્રેક લાગી છે અથવા ટલ્લે ચઢી રહ્યા છે. વિકસિત ભારતનો રથ ચાલી રહ્યો છે પણ વિકાસ કાર્યોનો રથ અટકી ગયો છે. આવી સ્‍થિતિ વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં ઉભી થઈ છે. ભૂતકાળમાં તત્‍કાલિન મુખ્‍યમંત્રી ગરીબ કલ્‍યાણ જેવા મેળાઓનું આયોજન કરતા હતા પરંતુ તેનો સીધો લાભ આમ નાગરિકોને મળતો હતો. પરંતુ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા માત્ર પ્રચાર-પ્રસાર જ છે. નાગરિકોને કોઈ લાભ નથી. બીજુ વિકાસ કાર્યો જે તે અવધીમાં પુરા નહી થાય તો ગ્રાન્‍ટ પણ લોસ થશે.

Related posts

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment