Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

પોલીસ સુરક્ષા સેતુ અને ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવ્‍યું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: કન્‍યાઓ સશક્‍ત બને સ્‍વરક્ષણ કરી શકે એટલા માટે અતુલ કન્‍યા શાળામાં માર્શલ આર્ટસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 250 ઉપરાંત કન્‍યાઓને પધ્‍ધતિસરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ગુજરાત કાનુની સત્તા મંડળ, વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા તથા સેલ્‍ફ ડિફેન્‍સ કરાટે એસોસિએશન-ગુજ્જુ કરાટે દ્વારા અતુલ કન્‍યા શાળામાં આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી કન્‍યાઓ સશક્‍ત બને સ્‍વરક્ષણ કરી શકે તે અંગેની પધ્‍ધતિસરની ટ્રેનિંગ અને માર્ગદર્શન ઉપસ્‍થિત નિષ્‍ણાંતો દ્વારા આપવામાં આવી હતી. આ કેમ્‍પમાં 250 ઉપરાંત કન્‍યાઓ જોડાઈ હતી. કન્‍યાઓ જાગૃત થાય, સ્‍વરક્ષણ માટે કટીબધ્‍ધ બને, સેલ્‍ફ કોન્‍ફીડન્‍સ ડેવલપ થાય તેવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અત્‍યારે સમાજમાં અણબનાવો બને ત્‍યારે પોતે પોતાનુંપ્રોટેકશન કરી શકાય, પોલીસ વાલી કે શિક્ષકને કેવી રીતે જાણ કરવી એનું પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં બેસ્‍ટ પરફોમન્‍સ કરેલ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રજૂ કરેલી પ્રદેશના વિકાસની ગાથા- પ્રધાનમંત્રીના આશીર્વાદ અને ગૃહમંત્રીની પહેલથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની થઈ રહેલી સતત કાયાપલટ

vartmanpravah

Leave a Comment