April 26, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડ

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

વલસાડ, તા. ૩૦: વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ જે.પી.મયાત્રાએ ચૂંટણીની આચારસંહિતા અને રાજ્‍ય ચૂંટણી પંચની સૂચનાઓ ધ્‍યાને લેતાં ચૂંટણીના સરળ સંચાલન માટે તથા જાહેર જનતાને ઘોંઘાટ ન થાય તે માટે વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્‍તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતમાં સમાવિષ્‍ટ મતદાન મથક વિસ્‍તારમાં સવારના ૮-૦૦ વાગ્‍યાથી રાતના ૧૦-૦૦ વાગ્‍યા વચ્‍ચે સંબંધિત અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી સિવાય જાહેર સ્‍થળો અને સભા સરઘસના સ્‍થળે ચૂંટણી પ્રચારના કોઇ પણ હેતુ માટે સ્‍થાયી કે ફરતા વાહન ઉપરના સ્‍ટેટિક અથવા માઉન્‍ટેડ લાઉડસ્‍પીકરનો ચૂંટણી પ્રચારના કોઇ પણ પ્રકારે ઉપયોગ કરવા ઉપર અમલ તાત્‍કાલિક અસરથી તા.૨૪/૧૨/ર૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે. રાત્રિના ૧૦-૦૦ થી સવારના ૮-૦૦ ના સમયગાળા દરમિયાન લાઉડ સ્‍પીકરની પરવાનગી મળશે નહીં. આ પ્રતિબંધિત આદેશોમાંથી ફરજપરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નૉડલ ઓફિસર, પોલીસ ઓફિસર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલા અધિકારીઓ અને સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ તથા તેઓને મદદ કરતી વ્‍યક્‍તિઓ/એજન્‍સીઓને મુક્‍તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ત્રણ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા દંડ અથવા બન્ને પ્રકારની સજાને પાત્ર થશે.

Related posts

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

Leave a Comment