April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

ઈતિહાસ જોતા ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સંગઠન તરીકે 1969 માં સ્‍થાપના કરવામાં આવી હતી : એસોસિયન તરીકે કાર્યરત બાદચેરિટીમાં ટ્રસ્‍ટ તરીકે રજીસ્‍ટ્રેશન થયેલ છે : હવે અંડર સેક્‍સન 25 ઓફ ધ કંપની એકટ 1956 મુજબ કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનુ નામ ઉમરગામના ઉદ્યોગપતિઓના સંગઠન માટે ખૂબ જ મહત્‍વનું છે. ઔદ્યોગિક સંગઠનોના સંચાલકો અને વિચારધારા તેમજ ઉદ્દેશ બદલાવા છતાં સંગઠનનું નામ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન તરીકે યથાવત રાખતા આ ગુંચવાયેલું કોકડું અભ્‍યાસનો વિષય બની જવા પામ્‍યો છે.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનને ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા ત્રણ પ્‍લોટ કરવામાં આવેલા છે. 1.પ્‍લોટ/શેડ નંબર ઘ્‍1/19 જેનું ક્ષેત્રફળ 747 સ્‍ક્‍વેર મીટર છે અને તારીખ 21/6/1976 ના રોજ ધ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝના નામથી એલોટમેન્‍ટ કરવામાં આવેલ છે 2.પ્‍લોટ નંબર/શેડ નંબર 258/ની અને પ્‍લોટ નંબર 35/બી/પી જેનું ક્ષેત્રફળ 5933.06 સ્‍ક્‍વેર મીટર છે અને તારીખ 8/9/1987 ના રોજ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના નામથી એલોટમેન્‍ટ કરવામાં આવેલ છે.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો વહીવટ હાલમાં અંડર સેક્‍સન 25 ઓફ ધ કંપની એક્‍ટ 1956 મુજબ મેમોરેન્‍ડમ ઓફ એસોસિએશન ઓફ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન મુજબ ચાલી રહ્યો છે. ટ્રસ્‍ટ એક્‍ટ મુજબ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરેલા બાયલોઝ મુજબચાલતો હતો. ટ્રસ્‍ટ પહેલા વહીવટ કેવી રીતે અને કોણે ચલાવેલો એ ખબર નથી. હાલમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશની કચેરી પ્‍લોટ નંબર ણૂ1 માં કાર્યરત છે. આમ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો વહીવટ શંકાના દાયરામાં આવી રહ્યો છે. ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન ફાળવેલા પ્‍લોટો ઉપર માલિકોની ટ્રાન્‍સફર પ્રક્રિયા શકય નથી તો આ પ્‍લોટો કોની માલિકીના, કોના કબજામાં અને જો ભાડે આપેલ હોય તો ભાડું વસૂલ કરનાર કોણ એ તપાસનો વિષય સામે આવી રહ્યો છે. આ ઉપરાંત ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા નોટિફાઈડ વિસ્‍તારમાં ગેરકાયદેસર કાર્યરત લારી ગલ્લા પાસેથી બિલ આપી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અગાઉ ટ્રસ્‍ટ મુજબ ચાલતા વહીવટના સમયે ડોનેશનની રસીદ આપી ઉઘરાવવામાં આવતી હતી. આ ઉઘરાણી કાયદાકીય દ્રષ્ટિએ ખંડણીથી કમ નથી છતાં પણ તંત્રનો મૌન રહી પરોક્ષ સહયોગ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આમ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચાલતો તાજેતરનો વહીવટ એમની બેલેન્‍સશીટ જોયા બાદ ચોંકાવનારા કેટલા હાડપિંજર બહાર આવશે એ જોવું મુશ્‍કેલ છે.

Related posts

વાપી બિઝનેસ પાર્ક નજીક માદા વાઈપર સાપ સહિત 30 જેટલા વાઈપર બચ્‍ચાનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

Leave a Comment