December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: રોટરી વાપી રિવરસાઈડ દ્વારા આજરોજ વાપીમાં હાફ મેરેથોનનું નવમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતુ, જેમાં 2000 થી વધુ દોડવીરો એ ભાગ લીધો હતો.
રોફેલ જીઆઈડીસી કેમ્‍પસથી સવારે 21.1 કી.મી.ની રેસને વલસાડ ડિસ્‍ટ્રિક્‍ટના એસ. પી. શ્રી ડો. કરણરાજ વાઘેલા દ્વારા, 10 કી.મી.ની રેસ ને રોટરી વાપી રિવર સાઈડના પ્રમુખ વિરાજ શાહ તેમજ ઈવેન્‍ટ ચેરમેન નિલેશ શાહ દ્વારા તેમજ 5 કી.મી.ની રેસને ઈવેન્‍ટના લીડ સ્‍પોન્‍સર, જે.બી. કેમિકલ એન્‍ડ ફાર્માસ્‍યુટિકલ્‍સ – દમણના વી.પી., શ્રી પરમેશ્વર બંગ અને રંજના બંગ દ્વારા ફલેગ ઓફ કરાવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના એસ.પી. ડો.કરણરાજ વાઘેલા કાર્યક્રમનાં મુખ્‍ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા તથા 10 કી.મી.ની દોડ પૂર્ણ કરી હતી તેમજ તેમની સાથે પ્રો.ડી.વાય.એસ.પી. કુલદીપ નાઈએ પણ 10 કી.મી. ની દોડ પૂર્ણ કરી હતી.
રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપીના લોકોમાં હેલ્‍થ પ્રત્‍યે જાગૃતતા લાવવા માટે તેમજ આદિવાસી દીકરીઓના ભણતર તેમજ ક્‍લબની બીજી વાર્ષિક સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ ભેગું કરવાના ઉદ્દેશથી આ ઈવેન્‍ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
રોટરી વાપી રિવરસાઈડદ્વારા કપરાડામાં 18 ગામના લોકોને ફ્રી મેડિકલ સેવા આપવાના ઉદ્દેશથી વાપીના હુબર ગ્રુપ સાથે મળીને ફરતું દવાખાનું પ્રોજેક્‍ટ ચલાવવામાં આવે છે જેને ખુબજ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ડોક્‍ટર તેમજ નર્સ અને દવા સાથે મોબાઈલ વાન રોજ કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં ફરે છે અને ત્‍યાં દર્દીને મફત સારવાર આપવામાં આવે છે. જેમાં દાત અને આંખ માટે અલગ અલગ વાનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને જનરલ સારવાર માટે 02 જુદી વાનની વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ છે.
આજરોજ યોજાયેલી હાફ મેરેથોનમાં અલગ અલગ ઉંમરના લોકોએ જુદી જુદી કેટેગરી ભાગ લીધો હતો અને સંસ્‍થા દ્વારા ટોટલ 48 ઈનામ એનાયત કરવામાં આવ્‍યા હતા.
આ ઈવેન્‍ટને સફળ બનાવવા માટે વાપીની જુદી જુદી કંપનીઓ, વાપી જીઆઈડીસી પોલીસ સ્‍ટેશનના ડી.વાય.એસ.પી. શ્રી દવે, પી.આઈ. શ્રી ભરવાડ, ડુંગરા પોલીસ સ્‍ટેશનના પી.આઈ. શ્રી પટેલ, જુદી જુદી સેવાભાવી સંસ્‍થાઓ (સેવા ભાવિ, પોલીસ સમંવય ગ્રુપ, ઈમરજન્‍સી રેસ્‍કયુ ટીમ, રોયલ ક્રૂઝર વલસાડ) તેમજ જુદી જુદી કોલેજના સ્‍વયંસેવકોનો ખુબજ સારો સહિયોગ મળ્‍યો હતો. વાપીની હરિયા રોટરી હોસ્‍પિટલના ડોક્‍ટર સ્‍ટાફ દ્વારા મેડિકલ સેવા આપવામાં આવી હતી.
ઈવેન્‍ટમાં ટોટલ 2000 થી વધુ દોડવીરોએ ભાગલીધો હતો. ઈવેન્‍ટને સફળ બનાવવા માટે રોટરી વાપી રિવર સાઈડના દરેક સભ્‍યો તેમજ તેમના લ્‍ષ્ટંયતફૂ, રોટરેક્‍ટ ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડના સભ્‍યો અને ઈન્‍ટરેકટ ક્‍લબ ઓફ આર.વી.આર. બ્‍લુમિંગ બડ્‍સના સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી. મુખ્‍ય અતિથિ તરીકે એસ.પી. ડૉ. કરણસિંહ વાઘેલા ઉપસ્‍થિત રહી 10 કી.મી. દોડ પુરી કરી હતી.

Related posts

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

વર્તમાન પ્રવાહનો પડઘો : અખબારી અહેવાલ બાદ ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા પાસે માર્ગ-મકાન વિભાગ દ્વારા માટી દૂર કરવાની રસ્તાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

Leave a Comment