Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા છતાં પણ ગુલામીની ભાષા અંગ્રેજીના પ્રશાસનિક વહીવટમાં થતા વધુ ઉપયોગ બદલ પ્રગટ કરેલી ચિંતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ભારત સરકારની સંસદીય રાજભાષા સમિતિની પહેલી ઉપ સમિતિએ બે દિવસીય દમણની મુલાકાત કરી વિવિધ વિભાગોમાં રાજભાષા હિંદીમાં થતા કાર્યોની સમીક્ષા કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારની સંસદીય રાજભાષા સમિતિના વાઈસ ચેરમેન સાંસદ શ્રી રામચંદ્ર જાંગડાનાનેતૃત્‍વમાં સાંસદ શ્રી હરનાથસિંઘ યાદવ, શ્રી સુજીત કુમાર, શ્રી શ્‍યામસિંહ યાદવ તથા શ્રી ઈરનાન કાદરીએ દમણ જિલ્લા પ્રશાસનના વિવિધ કાર્યાલયો, કેન્‍દ્ર સરકારના કાર્યાલયો તથા વિવિધ વિદ્યાલયોમાં રાજભાષા હિંદીની ગતિવિધિના સંદર્ભમાં નિરીક્ષણ કર્યું હતું. સૌથી પહેલાં જવાહર નવોદય વિદ્યાલય સેલવાસ અને દમણ ત્‍યારબાદ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દમણનું નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યાલયોમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના નિર્દેશક તથા ઉપ સચિવનું કાર્યાલય, સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક વિદ્યાલય મોટી દમણ, ડાયરેક્‍ટર ઓફ મેડિકલ એન્‍ડ હેલ્‍થ સર્વિસિસ દમણ, વેટ વિભાગ દમણ, ઈન્‍ડિયન રિઝર્વ બટાલિયન સેલવાસ ખાતે કમાન્‍ડન્‍ટનું કાર્યાલય, સહાયક રજીસ્‍ટ્રાર કો-ઓપરેટિવ દમણ તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા કાર્યાલયનું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા છતાં ગુલામીની ભાષા અંગ્રેજીના પ્રશાસનિક વહીવટમાં થતા વધુ ઉપયોગ બદલ ચિંતા પ્રગટ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદી પોતાનું શ્રેષ્‍ઠ ગૌરવ હાંસલ કરવા તરફ ગતિ કરી રહી છે. સંસદીય રાજભાષા સમિતિએ સંઘપ્રદેશ પ્રશાસનદ્વારા હિંદીના પ્રચાર-પ્રસાર માટે ઉઠાવવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી અને આ બેઠકના સફળ આયોજન માટે કરવામાં આવેલ પ્રયાસની પણ સરાહના કરી હતી.

Related posts

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment